રાજ્યસભાની ચાર બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના બે-બે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જોકે, ભાજપે પોતાના ઉમેદવાર કિરિટસિંહ રાણા પાસે ફોર્મ ભરાવ્યું છે. અચાનક આવેલા આ ટ્વિસ્ટ બાદ ઓગસ્ટ 2017ની માફક આ વખતે ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ રસાકસીભર્યો રહે તેવી શક્યતા છે. ચાર સીટો માટે ભાજપ અને કોંગ્રેસે પોતાના બે-બે ઉમેદવારો પાસે ફોર્મ ભરાવતા આ વખતે ચૂંટણી ન થાય તેવી શક્યતા હતી. જોકે, છેલ્લી ઘડીમાં ભાજપે કિરિટસિંહ રાણાનું નામ જાહેર કરતા મોટો આંચકો આપ્યો હતો.