Rain in gujarat- ગુજરાતમાં હાલના સમયમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ સામાન્ય વરસાદ વરસ્યો છે. એવામાં આગામી કેટલાક દિવસોમાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
25 જૂનની વાત કરીએ તો ગુજરાતમાં અલગઅલગ જગ્યાએ વરસાદ પડ્યો છે.
અમરેલીના ધારી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે. તેમજ અમરેલી, જામનગર, ભાવનગર જિલ્લામાં વરસાદ પડ્યો અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદ પડતા પાણી રસ્તા પર ફરી વળ્યાં હતાં.
આ સિવાય અમદાવાદ શહેરમાં પણ ગત મોડી રાતે ધોધમાર વરસાદ પડ્યો છે.
હાલના સમયમાં કેટલાક જિલ્લામાં અને તાલુકામાં સારો વરસાદ પડ્યો છે અને આવનારા દિવસોમાં પણ વરસાદની આગાહી કરાઈ છે.
આગાહી પ્રમાણે, સુરેન્દ્રનગર, બોટાદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર, વલસાડ, મહીસાગર જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ વરસી શકે છે.
26 જૂન અને 27 જૂને આખા ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
28 તારીખે ગુજરાતમાં તમામ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. તેમજ કચ્છ જિલ્લામાં આજના દિવસે કેટલાંક સ્થળોએ ભારે તો કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.
29 જૂને વરસાદ ગુજરાતના અન્ય ભાગો તરફ ફંટાશે. એટલે કે 29 જૂને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેમજ અન્ય જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે.