Omicron USથી સુરત કુંભારિયા આવેલા વૃધ્ધ દંપતી પૈકી પતિ કોરોના પોઝિટિવ

મંગળવાર, 30 નવેમ્બર 2021 (09:43 IST)
કોરોના વાઇરસ બાદ હવે તેના વિવિધ વેરિઅન્ટ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવે તેવી શક્યતાઓ છે. હાલ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના અનેક કેસો વિશ્વના વિવિધ દેશોમાં જોવા મળી રહ્યા છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ભયના પગલે દુનિયા આખી ફરી એકવાર એલર્ટ થઈ રહી છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ પણ પૂરતી તૈયારી કરવા માટે સોમવારે ટોચના સ્તરની બેઠક બોલાવી હતી . ભારત સરકાર દ્વારા જે દેશોને ઓમિક્રોન વાયરસ માટે 'જોખમરુપ' ગણાવવામાં આવ્યા છે તેવા દેશોમાંથી આવતા તમામ મુસાફરોને અરાઇવલ પર ફરજિયાતપણે RT-PCR પરીક્ષણમાંથી પસાર થવું પડશે.
 
તો બીજી તરફ ઓમિક્રોનના ખતરા સામે લડવા રાજકોટ અને સુરત મહાનગર પાલિકા એક્શનમાં આવી ગઈ છે. હાઇરીસ્કવાળા 11 દેશમાંથી સુરત આવેલા 41 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા. જેમાંથી 31 મુસાફરોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 10 મુસાફરના રિપોર્ટ પેન્ડિંગ છે.
 
હાઇરીસ્કવાળા 11 દેશમાંથી સુરત આવેલા 41 લોકોના ટેસ્ટ કરવામા આવ્યા. જેમાંથી 31 મુસાફરોના RT-PCR ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે 10 મુસાફરના રિપોર્ટ પેન્ડિંગ છે. તો અમેરિકાથી કુંભારિયામાં આવેલા વૃદ્ધ દંપતીમાંથી પતિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દંપતીએ ફાઇઝરની રસી મુકાવી હતી.
 
સાવચેતીના ભાગરૂપે હાલ વિદેશથી આવેલા લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરોન્ટાઇન કરી દેવામાં આવ્યા છે. જોખમી દેશની કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરોમાંથી 178 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જ્યારે 108નો રિપોર્ટ પેન્ડીંગ છે. 
 
તેવી જ રીતે રાજકોટમાં છેલ્લા 3 દિવસમાં વિદેશથી આવેલા 42 પ્રવાસીની અમદાવાદ ઈન્ટરનેશનલ એરોપોર્ટે રાજકોટ મહાનગર પાલિકાને યાદી મોકલી છે.
 
રાજ્યમાં કોરોનાના નવા 27 કેસ સામે આવ્યા છે. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,081 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચી ચુક્યો છે. જો એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 262એક્ટિવ કેસ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર