દક્ષિણ આફ્રિકામાં સૌપ્રથમ ઓમિક્રોન વેરિએન્ટની ઓળખ કરનારા ડો. એન્જેલીકે કોએટ્ઝીના કહેવા પ્રમાણે આના લક્ષણો સૌથી પહેલા એક 30 વર્ષની વ્યક્તિમાં જોવા મળ્યા હતા. તેને ખૂબ થાક અનુભવાઈ રહ્યો હતો તેમજ હળવા માથાના દુખાવા સાથે આખા શરીરમાં દુ:ખાવો થઈ રહ્યો હતો. તેના ગળામાં છાલા પડી ગયા હતા. તેને ઉધરસ પણ ન હતી અને સ્વાદ કે સુગંધની ક્ષમતા પણ ઓછી નહોતી થઈ. ડો. કોએટ્ઝીએ જણાવ્યું કે, તેમના ક્લિનિકમાં 7 એવા દર્દીઓ આવ્યા હતા કે જેમાં ડેલ્ટા વેરિયન્ટથી અલગ લક્ષણો હતા અને તે ખૂબ જ સામાન્ય હતા.