વડોદરામાં તંત્રની બેદરકારી સામે આવી. સાજા દર્દીનું મોત થતાં સારવારમાં બેદરકારી રખાયાનો આક્ષેપ

બુધવાર, 5 મે 2021 (10:20 IST)
વડોદરા શહેરના આજવા રોડ પર આવેલા પાયોનિયર ન્યૂ લાઈફ લાઈન હોસ્પિટલમાં દાખલ દર્દીનું મોત થતાં હોસ્પિટલની બહાર એકઠા થયેલા અન્ય દર્દીઓના સ્વજનોએ પણ હોબાળો મચાવી ગંભીર આક્ષેપ કર્યા હતા. બીજી તરફ હોસ્પિટલ તરફથી કોઈ જવાબદાર વ્યક્તિ તેમને મળવા ન આવ્યો હોવાનું પરિવારોએ જણાવ્યું હતું.

આજવા રોડ પરની પાયોનિયર ન્યૂ લાઈફલાઈન હોસ્પિટલમાં દાખલ વ્રજલાલ મકવાણાના પરિજન નૂતનબેને જણાવ્યું હતું કે છેલ્લા રવિવારે ન્યુ સમા રોડ પર રહેતા 78 વર્ષના વ્રજલાલ મકવાણાને સયાજી હોસ્પિટલમાં દાખલ હતા તેઓની સ્થિતિ સારી હોવાથી પાયોનિયરમાં શિફ્ટ કરીએ છીએ તેમ જણાવ્યું હતું. ત્યારબાદ બે દિવસ સુધી તેમનો મોબાઈલ ફોન ચાલુ રહ્યો વાત થઈ. પરંતુ ત્યારબાદ સતત મોબાઈલ ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. અમે કન્ટ્રોલ રૂમમાં જાણ કરી દર્દીની વાત કરાવો તેમ કહેતા સ્ટાફે વાત ન થાય અને દર્દીને ઘેનના ઈન્જેક્શન અપાતા હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું. સોમવારે સવારે 10 વાગે પૂછ્યું તો સ્ટાફે કહ્યું કે તબિયત સારી છે, 7 કિલો ઓક્સિજન અપાય છે. હોસ્પિટલ પહોંચી ડિસ્ચાર્જની વાત કરતા જ વેન્ટિલેટર પર છે અને થોડા સમય બાદ તેઓની ડેથ થઈ હોવાનો મેસેજ મળ્યો હતો.હોસ્પિટલના જિલ્લા આરોગ્ય અમલદાર ડો. ઉદય તિલાવતે જણાવ્યું હતું કે, બીજા ગંભીર દર્દીઓની સારવારમાં સ્ટાફ વ્યસ્ત હોય છે પરંતુ હોસ્પિટલનો જવાબદાર અધિકારી દર્દીના પરિવારજનોને બહાર જઇ મળે તેવી કોઈ વ્યવસ્થા નહિ થઈ શકે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર