વિકાસની કાગારોળ - મનરેગા હેઠળ ગુજરાતની ૨૫૩૨ ગ્રામ પંચાયતોએ એક પૈસો નથી ખર્ચ્યો
બુધવાર, 21 માર્ચ 2018 (13:09 IST)
૧૦૦ દિવસની રોજગારી આપવા હેતુસર શરૃ કરાયેલી મનરેગા યોજના માત્ર કાગળ પર રહી છે તેવુ સાબિત થઇ રહ્યુ છે તેનુ કારણ છેકે, વર્ષ ૨૦૧૭-૧૮માં ગુજરાતની ૨૫૩૨ ગ્રામ પંચાયતોએ મનરેગા યોજના થકી રોજગારી આપી નહીં, એટલુ ંજ નહીં, આ યોજનાની ગ્રાન્ટમાંથી કાણીપાઇનો ય ખર્ચ કર્યો નહીં. પાથેય સંસ્થાએ કરેલાં બજેટ વિશ્લેષણ અનુસાર,હજુય ગામડાઓમાં મનરેગા યોજના વિશે ઘણાં લોકો અજાણ રહ્યા છે. ગ્રામ પંચાયતો પણ આ યોજના થકી રોજગારી મેળવી શકાય છે તેવી લોકજાગૃતિ કેળવવામાં નિષ્ફળ રહી છે પરિણામે ગ્રામ પંચાયતો મનરેગા હેઠળ વિકાસના કામો કરી શકી નહી અને ગ્રામજનો રોજગારી મેળવી શક્યા નહીં. સૌથી આંખે ઉડીને વળગે તેવી વાત એછેકે, રાજ્યની પૂર્વ પટ્ટીમાં આદિજાતિ વિસ્તારના જીલ્લામાં લોકોને રોજગારીની સૈાથી વધુ જરુર હોવા છતાંય અહીં મનરેગામાં કામ થઇ શક્યુ નથી. આ ઉપરાંત બનાસકાંઠા, ભાવનગર, અમદાવાદ, રાજકોટ, ગીર સોમનાથ, મોરબી, જૂનાગઢ સહિતના જીલ્લાઓમાં ગ્રામ પંચાયતોએ મનરેગા યોજનાની ગ્રાન્ટમાંથી શૂન્ય ખર્ચ કર્યોહતો. સૌથી વધુ મોરબી જિલ્લાના ૩૪૨ પંચાયતો પૈકી ૧૯૩ પંચાયતોએ આ ગ્રાન્ટનો ઉપયોગ જ કર્યો નહીં.આમ, મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં ય પાછીપાની કરતાં આખરે પંચાયતોને જ નુકશાન થવા પામ્યુ હતું.