ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ૧૦,૦૦૦ જેટલા વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામેના કેસોનો નિકાલ આવતીકાલે થઇ જશે. જે કર્મચારીઓ સામેના ગુના અતિગંભીર ન હોય કેસોમાં ૧૫મી માર્ચે જાહેર કાર્યક્રમોમાં ઓપન હાઉસમાં સમીક્ષા કરી, જરુર પડે હળવી શિક્ષા કરીને કેસ નિકાલ કરવા ઝૂંબેશ યોજાશે. એસ.ટી. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના સચીવ દ્વારા જણાવાયું છે કે, નિગમના ૧૬ વિભાગો અને ૧૨૫ ડેપોમાં ફિલ્ડમાં ફરજ બજાવતા જુદાજુદા સંવર્ગના વર્ગ-૩ અને વર્ગ-૪ના કર્મચારીઓ સામે અતિગંભીર ન હોય તેવા વિવિધ ગુન્હાઓ અને કારણોસર ખાતાકીય કાર્યવાહી ચાલતી હોય છે. આવા કર્મચારીઓ સામે ડિફોલ્ટ કેસો અને ડિફોલ્ટ રીપોર્ટસ થયેલા હોય છે.