કચ્છનાં દરિયામાં 3 દિવસની સાગર કવાયતને પૂરી થયે હજુ ગણતરીનાં કલાકો થયા છે, ત્યારે કચ્છનાં દરિયામાંથી ભારતીય તટરક્ષક દળની જખૌ સ્ટેશનની ટીમ દ્વારા શુક્રવારે એક પાકિસ્તાની બોટમાં સવાર 11 ઘૂસણખોરને પકડી લેવામાં આવ્યા હતા. કોસ્ટગાર્ડની ટીમ તથા પકડાયેલા 11 પાકિસ્તાનીઓ દરિયામાં હોવાના કારણે તેમજ તેમને કચ્છનાં દરિયાકાંઠે લાવતા મધરાત થઈ હતી.કોસ્ટગાર્ડ જખૌના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે ભારતીય જળ વિસ્તારમાં એક પાકિસ્તાની બોટ ઘૂસી આવી હતી, તેથી તેને કોર્ડન કરીને ઝબ્બે કરી લેતાં તેમાંથી 11 પાકિસ્તાનીઓ મળી આવ્યા હતા.
આ તમામ ભારતીય જળ સીમામાં માછીમારી કરી રહ્યા હોવાનું પ્રાથમિક અહેવાલોમાં માનવામાં આવી રહ્યું છે. કચ્છમાં આવેલી ગુપ્તચર એજન્સીઓના સૂત્રો પણ આ ઘૂસણખોરોને કચ્છનાં દરિયાકાંઠે લાવે તેની રાહ જોઇ રહ્યા હતા. જયાં માછીમારી કરવા ઉપર પ્રતિબંધ છે તેવા સાગર સરહદના જખૌથી 30 નોટિકલ માઇલ દૂર આવેલા વિસ્તારમાંથી તટરક્ષક દળની ચાર્લી 408 નંબરની આંતરી શકાય તેવી બોટ દ્વારા આ ઓપરેશન સફળ રીતે પાર પડાયું હતું. પકડાયેલા નવ પાકિસ્તાની માછીમારોને જખૌના કાંઠે લઇ આવવા માટે ટુકડી રવાના દ્વારા આજે મધ્યરાત્રિ સુધી તેઓ જખૌ કાંઠે આવ્યા બાદ આ પાકિસ્તાનીઓ ખરેખર માછીમાર છે કે કેમ તેના સહિતની બાબતોની તપાસમાં વિવિધ એજન્સીઓ સામેલ થઈ છે અને તેના પાસે થી 5 મોબાઈલોપાકિસ્તાની ચલણી નોટો તેમજ પરચુરણ સરસમાન કબ્જે કર્યો છે