રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, મ્યુકોર માયકોસિસને જાહેર કરી મહામારી

ગુરુવાર, 20 મે 2021 (20:41 IST)
રાજ્યમાં કોરોના વાયરસ બાદ વધી રહેલા મ્યુકોર માયકોસિસના વધતા જતા કેસને લઇને તંત્ર અને પ્રજામાં ચિંતા પ્રસરી જવા પામી હતી. કોરોના વાયરસથી સાજા થનારા લોકો આ સંક્રમણનો શિકાર બની રહ્યાં છે.  ત્યારે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને મ્યુકોર માઇકોસિસને મહામારી જાહેર કરી છે. 
 
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતમાં મ્યુકોર માયરોસિસ ના રોગને મહામારી ઘોષિત કરવામાં આવી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ રોગચાળા અંગે વિશદ ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી.
 
આ વિશદ ચર્ચાઓ દરમ્યાન એમ પણ જણાવવામાં આવ્યું કે એપીડેમિક ડીસીઝ એક્ટ 1857 અન્વયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલો છે. 
 
આ સંદર્ભમાં હવે આ રોગની સારવાર કરતી સરકારી અને ખાનગી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોએ સ્ક્રીનીંગ ડાયગનોસિસ અને ટ્રીટમેન્ટ માટે ભારત સરકારના આરોગ્ય વિભાગ તેમજ આઇ સી એમ આર દ્વારા આ રોગ માટે નક્કી કરવામાં આવેલી ગાઈડ લાઇન્સ નું પાલન કરવાનું રહેશે. આ રોગના શંકાસ્પદ તેમજ કનફ્રમ કેસોની વિગતો ભારત સરકાર ને સમયાંતરે મોકલવાની રહેશે. 
 
આજે નોંધાયા આટલા કેસ 
ગુજરાતમાં કોરોના હવે દિવસેને દિવસે વધારે બેકાબુ બનતા જઇ રહેલા કોરોના પર ગુજરાત ધીમે ધીમ કાબૂ મેળવી રહ્યું છે. તંત્ર સતત પ્રયત્નો અને પાબંધીના લીધે કોરોના પર નકલ કસવામાં આવી છે. રાજ્યમાં આજે 4773 નવા કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 8,308 લોકો સાજા થયા છે. અત્યાર સુધી કુલ 6,77,798 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર પણ 87.32 ટકાએ પહોંચ્યો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર