Vadodara News - MS યુનિવર્સિટીમાં સીટો વધારવાની માગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન

શનિવાર, 24 જૂન 2023 (08:39 IST)
Vadodara News : MS યુનિવર્સિટીમાં B.Comમાં 3 હજાર વિદ્યાર્થીઓને એડમિશન ન મળતા AGSU એ વિરોધ  કર્યો.  MS યુનિવર્સિટીમાં B.Comની સીટ વધારવા મામલે અનેકવાર રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ મળતું નથી.  ઓલ ગુજરાત સ્ટુડન્ટસ યુનિયન (AGSU) દ્વારા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડિંગ બહાર પ્રથમ વર્ષના પ્રવેશ માટેની સીટો વધારવાની માગણીને લઈને આજથી આંદોલન શરૂ છે. 
 
પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે પૂતળા દહન મામલે ખેંચતાણ થતાં વાતાવરણ તંગ બન્યું હતું. જો કે, વિદ્યાર્થીઓ દ્વારા પૂતળા દહન કરવામાં આવ્યું હતું. બાદમાં ગુસ્સે ભરાયેલા કાર્યકરોને પોલીસે ધક્કા મારી મારીને વેનમાં બેસાડ્યા હતા. પોલીસે 10 કાર્યકરની અટકાયત કરી હતી.વડોદરા અને એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના એફ.આર.કશપ પરમારે જણાવ્યું હતું કે, ઓલ ગુજરાત સ્ટુડન્ટ ઇન્ડિયન દ્વારા આજે કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાની માગણી સાથે આંદોલનની શરૂઆત કરવામાં આવી છે. 
 
ઉલ્લેખનીય છે કે 5300 જેટલી સીટો હોવાથી 3000 હજાર જેટલા વિદ્યાર્થીઓને એડમિશન મળ્યું નથી. કોમર્સ ફેકલ્ટીમાં બેઠકો વધારવાને લઈને અમે ડીન અને વીસીને અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ, ડીન અને વીસી અમારી માગ સ્વીકારવા તૈયાર નથી અને બેઠકો વધારવા માટે કોઈ ઉત્તર આપતા નથી. જેને લઈને આજે કોમર્સ ફેકલ્ટી ખાતે વીસી અને ડીનના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. જ્યાં સુધી વીસી અને ડીન દ્વારા બેઠકો વધારવા બાબતે કોઈ ઉત્તર આપવામાં નહીં આવે ત્યાં સુધી અમારું આ આંદોલન ચાલુ રહેશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર