મહેસાણામાં પતિએ ભરણપોષણ પેટે ચૂકવેલા રૂપિયામાં 500ની નોટ હોવાથી લેવાનો પત્નીએ ઈનકાર કર્યો

શનિવાર, 12 નવેમ્બર 2016 (14:13 IST)
નોટોની સર્જિકલ સ્ટ્રાઈકમાં છૂટાછેડાના એક કેસની પણ સ્ટ્રાઈક બોલાઈ ગઈ હતી. મહેસાણામાં પત્નીને ભરણપોષણ ચૂકવવાના મુદ્દે ઠાગાઠૈયા કરનાર પતિએ શુક્રવારે મહેસાણા કોર્ટમા મુદત સમયે રૂ 500 અને રૂ 1000ની નોટો પધરાવવાનો પ્રયત્ન કરતા પત્ની વિફરી હતી. છેલ્લા 6 મહિનાથી ભરણપોષણ ન ચૂંકવનાર પતિએ આપેલી ચલણથી બહાર ગયેલી નોટો સ્વિકારવાનો ઇન્કાર કરી વ્યક્ત કરેલા શાબ્દીક રોષને પગલે કોર્ટ શંકુલમા ટોળા જામ્યા હતા. છેલ્લા 6 મહિનાથી પતિ પર ચઢેલું   ભરણપોષણ મેળવવા કોર્ટના પગથિયા ચઢેલી પત્ની રૂ 1000 અને રૂ 500ની નોન ટેન્ડરીંગ નોટો પધરાવવાનો પ્રયાસ કરનાર પતિ પર રિતસર વિફરતા કોર્ટમાં ટોળા જામ્યા હતા. માત્ર 5 વર્ષના લગ્નજીવનમા ઉભા થયેલા ખટરાગ વચ્ચે સંતાન સાથે સાસરીમાંથી તગેડી મુંકાયેલી મહિલાએ પિતાના ઘરે આશરો લીધો હતો અને 8 મહિના પૂર્વે મહેસાણા કોર્ટમાં પતિ પાસેથી ભરણપોષણ મેળવવા દાવો દાખલ કર્યો હતો.જેમા કોર્ટે માતા અને પુત્રનું કુલ 2500 જેટલુ ભરણપોષણ બાંધી આપ્યું હતું. છેલ્લા 6 મહિનાથી ભરણપોષણ ચૂંકવવાના મુદ્દે ઠાગાઠૈયા કરનાર પતિ સામે મહિલા પુન: કોર્ટમા ગઇ હતી.કોર્ટની ભીસ વધતા શુક્રવારે મહેસાણા જ્યુડિશીયલ કોર્ટમાં રજૂ થયેલા પતિએ છેલ્લા છ મહિનાથી ચઢેલી ભરણપોષણની રકમ રૂ 500 અને રૂ 1000ની નોટની ચૂંકવવાનો પ્રયાશ કરતા જ મહિલા અને તેનો વકીલ મનીષભાઇ પટેલે તે સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.જેમાં સંતાન સાથે જીવનનિર્વાહ ચલાવવો મુશકેલ હોવાના મુદ્દે વિફરેલી મહિલાએ ભરણપોષણ પેટે રૂ 100 અને 50ની નોટો ચૂંકવવા રીતસર જીદ કરતા પતિને ભાગવાનો વારો આવ્યો હતો.

વેબદુનિયા પર વાંચો