વડાપ્રધાન મોદી સાબરમતી આશ્રમ શતાબ્દિ અને શ્રીમદ રાજચંદ્રજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી પ્રસંગે આજે સાબરમતી આશ્રમ ખાતે આવી પહોંચ્યાં હતાં. મોદીએ સાબરમતી આશ્રમમાં હ્રદયકુંજ ખાતે પૂ.મહાત્મા ગાંધીજીની તસવીરને સૂતરની આંટી પહેરાવી હ્રદયાંજલિ અર્પણ કરી હતી. મોદીએ આશ્રમ ખાતે નેશનલ આર્કાઇવ્સને નિહાળ્યું હતું. આશ્રમમાં તેમણે વૃક્ષારોપણ કર્યું હતું, આશ્રમની મુલાકાત લીધી હતી અને ગાંધીજીને પ્રિય એવો રેટિંયો પણ કાંત્યો હતો. સાબરમતી આશ્રમની શતાબ્દિ કાંઇ ઇમારત, સંસ્થા કે પ્રવૃત્તિ માત્રની શતાબ્દિ નથી.
આ એવી તપોભૂમિ છે જ્યાં સેંકડો વર્ષની ગુલામીને કારણે ભારતીય સમાજના મૂળ પીંડને કૂઠારાઘાત થયાં હતાં. પૂ.બાપુએ અહીં એવી તપસ્યા કરી જ્યાં સ્વરાજ્યના મૂળમાં પ્રથમ સ્વ તો બોધ થાય, સ્વ ની ચેતના જાગૃત થાય અને સઘળું સ્વાભાવિક થાય, સહજ થાય અને સહુને પરવડે તેમજ સહુંને પોતિકુ લાગે એવું જન-જનનું નવતર ઘડતર માનવ ઘડતરથી રાષ્ટ્ર ઘડતરની રૂપરેખાનો આશ્રમ જીવંત સાક્ષી છે. માત્ર ભારતની જ નહીં વિશ્વની માનવતાને તેની ચેતનાને અમરતત્વનો માર્ગ આપ તપોભૂમિમાંથી પ્રગટ્યા છે. સ્વ પ્રયાસથી, સ્વાનુભાવથી આ તપોભૂમિને પ્રણામ.. પૂ.બાપુને પ્રણામ..