Mass suicide of family in Dholka
અમદાવાદની નજીક આવેલા ધોળકા તાલુકામાં એક જ પરિવારના 4 સદસ્યોએ ઝેરી દવા પી ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, પરિવારે આપઘાત કરવાનો પ્રયત્ન શા માટે કર્યો? તેનું સચોટ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, દીકરીનાં પ્રેમલગ્નનાં કારણે પરિવારે આ પગલું ભર્યું પણ હજુ સુધી તે અંગેનાં કોઈ પુરાવા મળ્યા નથી.
આ સામૂહિક આપઘાતની ઘટનામાં પિતા અને પુત્રનું સારવાર દરમિયાન મોત થયું છે જ્યારે માતા અને નાના પુત્રની હાલત ગંભીર છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે ધોળકા ટાઉન પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી છે.મૂળ મહેસાણાના અને UGVCLમાં નોકરી હોવાથી ધોળકામાં પરિવાર સાથે રહેતા કિરણભાઈ પોતાના પરિવાર સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો.કિરણભાઇએ તેમની પત્ની અને 2 દીકરાઓએ આપઘાત કરવાનું નક્કી કર્યું હતું. સમગ્ર પરિવારે કલિકુંડ ખાતેના નિવાસસ્થાને જ ઝેરી દવા પી આપઘાતનો પ્રેસ કર્યો હતો. દવા પીધા બાદ ચારેય બેભાન થઈ ગયા હતા.આસપાસના લોકોને જાણ થતાં તેમને તાત્કાલિક ધોળકાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડૉકટરે સારવાર દરમિયાન પિતા અને પુત્રને મૃત જાહેર કર્યા છે જ્યારે માતા અને નાના પુત્રની હાલત ગંભીર છે અને તેની સારવાર ચાલી રહી છે. પિતા અને પુત્રનાં મૃતદેહને પીએમ માટે મોકલવામાં આવ્યા છે. જોકે, ધોળકા ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.