પ્રેમમાં નિષ્ફળ જતા યુવકે કર્યો આપઘાત, બહેનને મેસેજ કરી કહ્યું- ‘એના વિના જીવું એટલી હિંમત નથી’

ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (18:09 IST)
રાજકોટના કોટડાસાંગાણીમાં યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી. જો કે, ઘટનાની જાણ થતા પોલીસે સ્થળ પર પહોંચી ગઇ હતી. ત્યારે યુવાન કોઇ યુવતીના પ્રેમમાં હોય પરંતુ તે પ્રેમમાં નિષ્ફળ જતા લાગી આવતા આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પુત્રનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
 
રાજકોટના કોટડાસાંગાણીમાં સરદાર ચોક પાસે ભાડવા રોડ પર રહેતા 21 વર્ષીય અભય જગદીશભાઈ ભુત નામનો યુવાન પ્રેમમાં નિષ્ફળ જતા ગત મોડી રાતે હડમતાળા રોડ પર આવેલી તેમની વાડીના મકાનની પાડી પર દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. જો કે, અભયે આત્મહત્યા કરતા પહેલા તેમની બહેનને વ્હોટ્સેપમા મેસેજ કરી પોતે પ્રેમમા નિષ્ફળ જવાથી આત્મહત્યા કરતો હોવાનું જણાવ્યું હતું.
 
અભયે કરેલો મેસેજ તેની બહેન દ્વારા વહેલી સવારના સમયે વાંચતા બનાવની જાણ થઈ હતી. પરિવારજનોને આ વાતની જાણ કરતા તમામ લોકો વાડીએ દોડી ગયા હતા. તે દરમિયાન મકાનની પાડી પર અભયના મૃતદેહને લટકતો જોઈ પરિવારજનો આઘાતમાં સરી પડ્યા હતા. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડયો અને વધુ તપાસ હાથ ધરી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર