લોકો એમ કહી રહ્યા છે કે અત્યારે રાજ્યમાં કોલ્ડ વેવ ચાલી રહ્યો છે અને આવામાં વહેલી સવારથી જલોકો ધાબા પર પતંગ ચગાવવા પહોંચી જતા હોવાથી શરદી અને ઉધરસના કેસ વધી રહ્યા છે, પણ આ લક્ષણોને હળવાશથી લેવા જાેઇએ નહીં.
લોકોમાં શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવવાની ફરિયાદ વધી છે. વાયરલના લક્ષણો જેવા જ કોરોનામાં પણ લક્ષણો હોવાથી કોરોના ટેસ્ટિંગ ડોમ પર પણ લાઈનો લાગી રહી છે. કોરોના જેવા લક્ષણો હોવા છતાં અનેકના કોરોના રિપોર્ટ નેગેટિવ આવે છે.
વાયરલના કેસો વધવા અંગે જાણીતા સિનિયર ફિઝિશિયન ડોક્ટર પ્રવીણ ગર્ગએ કહ્યું કે, શરદી, ઉધરસ, ગાળામાં દુખાવો, માથામાં દુખાવો, શરીરમાં દુઃખવો, સામાન્ય તાવ આવે એટલે સૌએ તજજ્ઞ તબીબની સલાહ લેવી જાેઈએ. અત્યારે જે રીતે કોરોનાના કેસો વધ્યા છે એ જાેતાં વાયરલના લક્ષણો હોય એટલે કોરોના હોવાની શક્યતા વધી જાય છે.