Night Curfew-આવતીકાલે નાઇટ કર્ફ્યૂની નવી ગાઇડલાઇન, નાઇટ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે,

ગુરુવાર, 13 જાન્યુઆરી 2022 (13:53 IST)
રાજ્યમાં સતત કોરોના કેસ વધી રહ્યા છે. તહેવારો નજીક છે ત્યારે વધતા જતા કોરોનાના કેસ વધુ મુશ્કેલી સર્જી શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના નવા 9941 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 4 લોકોના મૃત્યુ થયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3449 લોકોએ કોરોનાને માત આપી છે. નવા કેસની સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 85 હજાર 718 થઈ ગયા છે. તો રાજ્યમાં કોરોનાને લીધે અત્યાર સુધી 10137 લોકોના મૃત્યુ થયા છે
 
નાઇટ કર્ફ્યૂ 10ને બદલે 9 વાગ્યે થઈ શકે, 
 જાન્યુઆરીએ નાઇટ કર્ફ્યૂ સહિતની ગાઇડલાઇન જાહેર કરી હતી. જેની 15 જાન્યુઆરીએ મુદત પૂર્ણ થઈ રહી છે. જેથી 14મીએ નવા નિયંત્રણો જાહેર થવાની શક્યતા છે. 
નવી ગાઇડલાઇનમાં નાઇટ કર્ફ્યૂ 10 વાગ્યાને બદલે 9થી સવારના 6 વાગ્યા સુધી કરવામાં આવે એવી શક્યતા છે. હાલ 10 શહેરમાં નાઇટ કર્ફ્યૂ અમલી છે.
રાજ્ય પોલીસ વડા અને ડીસા સબ જેલના 15 કેદી પોઝિટિવ
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર