ગુજરાતમાં ઓમિક્રોનની વધતી મહામારીને પગલે રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં થઈ શકે છે વધારો
શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (16:47 IST)
ગુજરાતમાં ઓમિક્રોનની વધતી મહામારીને પગલે રાજ્યમાં રાત્રિ કર્ફ્યૂમાં થઈ શકે છે વધારો
એક બાદ એક નિયંત્રણો લગાવવામાં આવી રહ્યાં છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાતમાં કોરોના કેસનો આંકડો 3300એ પહોંચ્યો રાજ્યમાં 7 મહિના બાદ પહેલીવાર 4000થી વધારે કેસ નોંધાયા હતા. ગઈકાલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3350 નવા કેસ નોંધાયા હતા
રાજ્યમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ થતાં વાઇબ્રન્ટ સમિટ મોકૂફ તેમજ ફ્લાવર શો, પતંગોત્સવ સહિતના સરકારના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. 10થી 12 જાન્યુઆરી 2022 દરમિયાન યોજાનારી 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સંક્રમણને કારણે હાલપૂરતી મોકૂફ રાખવાનો નિર્ણય કર્યો છે.
- હેર સલૂન અને બ્યૂટિપાર્લરમાં 50 ટકાની કેપિસિટી
- પાનપાર્લર, હોટલ સહિત માટે પણ કડક નિયમો લાદવામાં આવી શકે છે.
- આવતીકાલથી રાત્રે 9 વાગ્યા સુધી વેપાર-ધંધા ચાલુ ચાલુ રહેશે, એવી SOP બની શકે છે,
- સાથે જ 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરાં ખુલ્લી રહેશે.
- લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ માટે બનશે નવી SOP
- તમામ સરકારી કાર્યક્રમો બંધ થયા
આ એએમટીએસ બીઆરટીએસ બસની કેપેસીટીના 50% સીટીંગ પ્રવાસીઓ જ લેવામાં આવશે.
- દરેક પ્રવાસીએ માસ્ક ફરજીયાત પહેરેલુ હોવુ જોઈએ.
- 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના પ્રવાસીઓના કોવીડ 19
વેકસીનના સર્ટીફીકેટની ખરાઈ કરવામાં આવશે,
- જે પ્રવાસીઓએ વેકસીન લીધેલ ન હોય અથવા તો જેમનો વેકસીનનો બીજો ડોઝ ડયુ થયેલ હોય અને ડોઝ લીધેલ ન હોય તેવા પ્રવાસીઓને એએમટીએસ ! બીઆરટીએસ બસમાં મુસાફરી કરવા દેવામાં આવશે નહી.
ઉપરોક્ત તમામ સુચનાઓનું પાલન થાય તે માટે અલગ-અલગ જગ્યાએ અધિકારી | સુપરવાઈઝરી ટીમ વિજીલન્સ ટીમને જવાબદારી સોંપવામાં આવેલ છે.
ઉપરોકત બાબતો જાણમાં લઈ નાગરિકોને એ.એમ.ટી.એસ. બી.આર.ટી.એસ. બસ સેવાનો લાભ લેવા અને સહકાર આપવા વિનંતી છે.