કડાણામાંથી 5.25 લાખ ક્યુસેક પાણી છોડાયું, 120 ગામમાં એલર્ટ જાહેર

સોમવાર, 22 ઑગસ્ટ 2016 (12:50 IST)
રાજસ્થાનના બજાજસાગરમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતાં કડાણા યોજનામાં  પાણીની આવક વધી હતી. જેના કારણે તંત્ર દ્વારા બપોરના સમયે સવા લાખ ક્યુસેક પાણી છોડવાનો વારો આવ્યો હતો. જેમાં 16 ગેટ 7 ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. મહિસગાર તથા પંચમહાલ જીલ્લાના નિંચાણવાળા 120થી વધુ ગામોને  એલર્ટ કરાયા છે.   
રવિવારે પૂર્વીય રાજસ્થાન અને પશ્ચિમી મધ્યપ્રદેશમાં સર્જાયેલાં લો પ્રેશરને લીધે અપરએર સરક્યુલેશન સર્જાયું હતું. જેને લીધે અમદાવાદમાં વહેલી સવારથી આકાશમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે બપોરનાં બેથી ત્રણ કલાક પડેલાં જોરદાર વરસાદ પડ્યો હતો.
 
કડાણા ડેમ યોજનામાં છેલ્લા બે દિવસથી પાણીની આવક વધતા મહિનદી ગાડીતુર બની છે. જેના પગલે કડાણા જળાશય યોજનામા પાણી છોડવાનો વારો આવ્યો છે. મહિસાગર તથા પંચમાલ જીલ્લાના 120થી વધુ ગામોને એલર્ટ કરાયા છે. જેમાં કડાણાનના 27 ગામો,લુણાવાડાના 74 ગામો, તથા ખાનપુર તાલુકાના 9 ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પંચમહાલ જિલ્લાના ગોધરા તથા શહેરા પંથકમાં આવેલા 18 ગામોને પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
ઉપરવાસમાં મહિસાગર નદી ઉપર આવેલ બજાજસાગર ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેથી કડાણામાં પાણી છોડવાની ફરજ  પડી છે. જેથી કડાણા જળાશય યોજનામાં મોડી રાતથી વધી હતી. સૌ પ્રથમ બે લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ હતું. જે ધીરે ધરે વધી જતા સવારના અરસામાં ડેમમાંથી કુલ 20 ગેટ ખોલીને 5.25 લાખ ક્યુસેક પાણી છોડવાન શરૂ કર્યુ છે.
સાબરમતીમાં પાણીની આવક વધતાં એલર્ટ, રિવરફ્રન્ટનો વોક-વે બંધ કરાયો
ઉપરવાસમાં ભારે વરસાદને લીધી ધરોઇ ડેમમાં પાણીની આવક વધી છે. ધરોઇમાં દર કલાકે 90 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે અને 54 હજાર ક્યુસેક પાણી સાબરમતીમાં છોડાયું છે. સાબરમતી નદીનું જળસ્તર ધીરે-ધીરે વધી રહ્યું છે. બપોર પછી જળસ્તર વધુ વધવાની શક્યતાને પગલે અત્યારથી જ આસપાસના ગામોને એલર્ટ કરાયા છે, તો સાબરમતી રિવરફ્રન્ટનો વોક-વે બંધ કરી દેવાયો છે. વાસણા બેરેજના ત્રણ દરવાજા ત્રણ-ત્રણ ફૂટ ખોલવામાં આવ્યા છે. 

વેબદુનિયા પર વાંચો