ગુજરાતમાં એક મોહરાની રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ બહુજ હાસ્યાસ્પદ અને આપમાનજનક બનાવઃ ઈસુદાન ગઢવી

સોમવાર, 13 સપ્ટેમ્બર 2021 (14:18 IST)
આજે આમ આદમી પાર્ટીના અમદાવાદ મુખ્ય કાર્યાલય ખાતે યોજાવેલ એક પત્રકાર પરિષદમાં ઇસુદાન ગઢવી એ જણાવ્યું હતું કે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યમાં એક મોહરા રીતે ચીફ મિનિસ્ટર બનાવામાં આવે એ ગુજરાત રાજ્યની જનતા માટે બહુજ હાસ્યપ્રદ અને આપમાનજનક બનાવ છે. બધા ને ખબર છે કે હવે ભુપેન્દ્રભાઈ પટેલ ખાલી નામના મુખ્યમંત્રી હશે અને અમિતભાઇ શાહ અને સી.આર.પાટીલ જ પાછળથી ચલાવશે. મોટો પ્રશ્ન છે કે આટલા સિનિયર કદના નેતા નીતિનભાઈ જેને રાજ્ય માટે આટલો અનુભવ છે એમને મુખ્યમંત્રી કેમ ના બનાવ્યા.
 
ખરેખરમાં ગુજરાતમાં ભાજપ સરકાર નિષ્ફળ છે. વિજય રૂપાણીના પાંચ વર્ષ પુરા થતા એને ઉજવણી માટે કરોડો રૂપિયા ઉડાવ્યા એટલે ગેસ ના ભાવમાં ૨૫ રૂપિયા વધાર્યા અને પેટ્રોલ પણ મોંઘુ કર્યું. હવે પરિસ્થિતિ વધારે ખરાબ થશે કારણકે ભુપેન્દ્રભાઈને કઈ પૂછવું હશે અને નિર્ણય લેવું હશે તો પેહલા એને દિલ્હી ફોન કરવો પડશે. તેઓ સીધો નિર્ણય નહીં લઇ શકે. આપરા માટે સૌથી મોટી વિડંબના એ છે કે બિન અનુભવી અને નબળા મુખ્યમંત્રીના લીધે ગુજરાત રાજ્યનું પ્રગતિ અને પહેલા થી જ નથ દેખાતું વિકાસ હવે  પાંચ વર્ષ પાછળ જતું રહેશે. નવા મુખ્યમંત્રીના પબ્લિસિટી અને હોર્ડિંગ્સ માટે ઉજવણી થશે અને આપરા ખીસામાં થી ફરી બીજા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. ભાજપ સરકાર બધાને ગુમરાહ કરવાનું બંધ કરે
 
અમે નવા મુખ્યમંત્રીને ચેલેન્જ આપીયે છે કે તાકાત હોય તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલી ફરી સરદાર પટેલ સ્ટેડિયમ કરી બતાવે. જે 6000 સ્કૂલો બંધ કરી છે એ ચાલુ કરી બતાવે. અકસ્માતમાં જે લોકો મૃત્યુ પામે છે એમના પરિવારો ને સહાય કરે. કોરોના માં આખું વિશ્વનું અને મારા ગુજરાતી ભાઈયો અને બહેનોનું બહુ આર્થિક નુકસાન થયું અને હવે ગણપતિ દાદાના આશીર્વાદ થી જયારે અમે  ફરી વેપાર અને રોજગાર ચાલુ કરવા નીકળ્યા છીએ એ સમયમાં સત્તાવાર પાર્ટી દ્વારા રચાયેલું આવા પોલિટિકલ નાટક આપરા ગુજરાત રાજ્ય માટે બહુ જ નુકસાન કરશે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર