મળતી માહિતી મુજબ રાજુલા તાલુકાના મોરંગી ગામમાં ગઈકાલે સાંજના પાંચ વાગ્યાના અરસામાં વિજયભાઈના મકવાણાનો 6 વર્ષીય કૃણાલ અને 10 વર્ષીય મિત નામના બે બાળકો રમવા જવાનું કહીને ઘરેથી બહાર ગયા હતા. જોકે, મોડે સુધી પરત ન ફરતાં પરિવારજોએ શોધખોળ કરી હતી અને પોલીસમાં જાણ કરી હતી. બંને બાળકોની ઉમર નાની હોવાથી પોલીસ પણ શોધખોળ આદરી હતી. જોકે, બંનેનો કોઇ પત્તો લાગ્યો નહોતો. શોધખોળ દરમિયાન આજે લગભગ 15 કલાક બાદ સવારના આઠ વાગ્યાના અરસામાં બંને ભાઇઓના મૃતદેહ ગામના તળાવમાંથી મળ્યા હતા. બંને ભાઇઓના મૃતદેહને પોલીસે રાજુલા સિવિલમાં ખસેડ્યા હતા. જોકે, બંને બાળકોના મોઢા પર ઇજાના નિશાન હોવાથી પરિવાજનોએ કંઇક અજુગતુ થયું હોવાની શંકા વ્યક્ત કરી હતી.