સમાજમાં રોજબરોજ ક્રાઈમના કેસ વધતા જઈ રહ્યા છે. કોઈપણ સંબંધમાં વિશ્વાસ કે પ્રેમ રહ્યો નથી એવા દિવસો આવી ગયા છે કહેવુ અતિશયોક્તિ નથી. સંતાન જ માતા પિતાની હત્યા કરી નાખે છે તો ક્યાક પતિ કે પત્ની શંકા કે લગ્નેતર પ્રેમ સંબંધોના ચક્કરમાં એક બીજાની હત્યા કરી નાખતા કેસ આજે સૌને ખૂબ સામાન્ય લાગી રહ્યા છે પણ એકવાર વિચાર કરજો કે શુ આવા સમાચાર ખૂબ રસપૂર્વક વાચીને તમે ભૂલી જાવ છો કે પછી તેનુ ચિંતન કરો છો. તમે તમારા સંબંધોને જોઈને એક હાશકારો અનુભવો છો કે પછી તમારા સંબંધોને મજબૂત બનાવવાની કોશિશ કરો છો. ક્રાઈમના સમાચાર આપવાનો ઉદ્દેશ્ય સમાજને લાલબત્તી બતાવવાનો હોય છે. આવા જ સમાચારમાં વધુ એક સંબંધોની હત્યાનો કેસ સામે આવ્યો છે.
જુનાગઢમાં વકીલની હત્યાનો મામલે ચોંકાવનારી હકીકત સામે આવી છે. વકીલ નિલેશ દાફડા નામના વકીલની ગઈ કાલે હત્યા થઈ હતી. હવે વકીલની પત્નીએ જ હત્યા કર્યાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પત્નીએ જ ઘર કંકાસને કારણે કંટાળીને પત્નીની હત્યા કરી નાંખી હતી. પતિ-પત્નીના આ ઘરકંકાસમાં બે માસુમ બાળકો પરથી માતા-પિતાની છત્રછાયા ઉડી ગઈ છે.