પેકેજડ ફૂડ આઇટમ્સમાં ઉમેરવામાં આવતા ઘટકોના ટેસ્ટિંગની સુવિધા રાજ્યની લેબોરેટરી પાસે નહિ આવી કબુલાત રાજય સરકારે કોર્ટ સમક્ષ કરી છે. પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા નહિ હોવાનું સરકારે કહ્યું છે. રાજ્ય સરકારે આ તમામ કબૂલાત હાઇકોર્ટમાં કરી છે.
ફૂડ વેજ છે કે નહીં તે જાણવાનો લોકોને અધિકાર છે
આજની સુનાવણી દરમિયાન રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કબૂલ્યું હતું કે પેકેજડ ફૂડ આઇટમ્સ વેજિટેરિયન જાહેર કરાઈ હોય તો એમાં કોઈ નોન વેજ ઘટક ઉમેરાયું છે કે નહીં તે ટેસ્ટિંગની સુવિધા સરકાર પાસે નથી. હાઈકોર્ટે ઉમેર્યું હતું કે, ગ્રીન ડોટ ધરાવતા પેકેજ્ડ ફૂડ ખરેખર વેજિટેરિયન છે કે નહીં એ જાણવાનો લોકોને અધિકાર છે.