કોંગ્રેસ નેતા હાર્દિક પટેલ આજકાલ રાજકોટનો પ્રવાસ કરી રહ્યા છે. તેમની હાજરીમાં ભાજપન મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણિયાએ કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થનાર મહિલા કોર્પોરેટરએ રાજકોટ કોર્પોરેટરની ચૂંટણી પહેલાં આમ કરીને ભાજપને આંચકો આપ્યો છે. તમને જણાવી દઇએ કે રાજકોટમાં વોર્ડ નંબર 5 ની એક મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેંસણિયા હાર્દિક પટેલની હાજરીમાં સામેલ થયા હત. આયોજ દરમિયાન હાર્દિક પટેલે એ પણ દાવો કર્યો છે ભાજપના અન્ય પાંચ નગરસેવક કોંગ્રેસના સંપર્કમાં હતા અને આગામી દિવસોમાં પાર્ટીમાં જોડાશે.
હાર્દિક પટેલની હાજરીમાં ભાજપના 20 થી વધુ નેતાઓ કોંગ્રેસમાં જોડાયા છે. આ વર્ષના અંતમાં રાજકોટ મનપાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે ભાજપમાં આ મોટો ફટકો કહી શકાય. ત્યારે કોંગ્રસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે મોટો દાવો કર્યો છે કે, રાજકોટમાં ભાજપના વધુ 5 કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાશે. રાજકોટ ભાજપના ઘણા કાર્યકરો-નેતાઓ પક્ષથી નારાજ છે. કોરોનાની મહામારીને લીધે મુખ્ય આગેવાનો જ જોડાયા છે. ભાજપના હજારો કાર્યકરો કોંગ્રેસમાં જોડાવાના છે.
હાર્દિક પટેલે કહ્યું કે '2015'માં અમે ફક્ત બે સીટો કારણે પાછળ રહી ગયા. પરંતુ આગામી ચૂંટણીમાં કોંગ્રેસ એક નિશ્વિત બોર્ડ બનાવશે. રાજકોટના હજારો લોકો આજે કોંગ્રેસમાં જોડાવવાના હતા. પરંતુ અમે લોકોના જીવ જોખમમાં નાખવા માંગતા નથી, એટલા માટે ફક્ત નેતાઓને કોંગ્રેસમાં જોડવાની યોજના બનાવી છે. વિપક્ષમાં રહીને ના ફક્ત સરકારનો વિરોધ કર્યો પરંતુ સરકારનો વિકલ્પ પણ આપ્યો. અમારી પાર્ટીના પદાધિકારીઓ કોંગ્રેસના આ કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સનું ભાન ભૂલ્યા હતા.
આ વખતે ભાજપ શહેર અધ્યક્ષ કમલેશ મિરાણીએ કહ્યું કે કોર્પોરેટર દક્ષાબેનનું કોંગ્રેસમાં જોડાવવું અપેક્ષિત હતું. કોર્પોરેટર અને તેમના પતિ ગત બે વર્ષોથી પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ હતા. ભૂતકાળમાં રાજીનામું આપવાનું નાટક પણ કરી ચૂક્યા છે. ગત અઠવાડિયે પણ તેમને જણાવ્યું હતું કે તેમને ફરીથી ટિકીટ નહી મળે. હવે ટિકીટની ઇચ્છામાં દક્ષાબેન કોંગ્રેસમાં સામેલ થયા છે.