મોંઘવારી, દેવામાફી જેવા મુદ્દે આંદોલન કરાશે: હાર્દિક પટેલ

બુધવાર, 22 જુલાઈ 2020 (13:22 IST)
એક બાજુ ભાજપમાં નવા પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલે હોદ્દો સંભાળ્યો છે. ત્યારે તેમણે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલનું નામ લીધા વિના જ શાબ્દિક ટીપ્પણીઓ કરી હતી. હવે હાર્દિક પટેલે પણ સક્રિયતા દર્શાવી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ લાંબા સમય પછી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાતે આવેલા ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો રાજ્યભરમાં કોરોના મહામારીની નાબૂદી બાદ બેરોજગારી, ખેડૂતોની દેવામાફી, પાક વીમો, મહિલા સુરક્ષા, મોંઘવારી મુદ્દે નિર્ણયાત્મક આંદોલન અને ફક્ત વિરોધની નહીં પ્રજાલક્ષી રાજનીતિ કરી સરકારમાં મજબૂત રજૂઆત કરશે તેમ જણાવ્યું હતું. તેમણે દ્વારકાધીશના દર્શન કરી કોંગ્રેસના આગેવાનો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરી હતી. જામનગર આવેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં બેરોજગારીનો પ્રશ્ન હોય કે પછી દેવામાફી, પાક વીમો, મહિલાઓની સુરક્ષા સહિતના પ્રજાલક્ષી પ્રશ્નો અંગે કોંગ્રેસ વિરોધની રાજનીતિ નહીં, પરંતુ મજબૂત વિપક્ષ તરીકે સરકારમાં રજૂઆત કરશે.
 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર