મુખ્યમંત્રીએ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી પાદુકાનું પૂજન પણ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે તાજેતર ના ભૂતકાળ માં જયારે ગુજરાત ઉપર વાયુ વાવાઝોડાનો ખતરો હતો ત્યારે મેં ભગવાન દ્વારકાધીશને અને સોમનાથ દાદાને પ્રાર્થના કરી હતી કે ગુજરાતને આ વાવાઝોડાની અસરથી મુક્ત રાખે અને ગુજરાત આ વાવાઝોડા માંથી સહી સલામત રીતે ઉગરી જાય. એ સન્દર્ભ માં આજે હું દ્વારકાધીશ ને માથું ટેકવવા આવ્યો છું અને આવતીકાલે હું સોમનાથ દાદાના દર્શને પણ જવાનો છું.
આ તકે દ્વારકા પાસે આવેલ શિવરાજપુર બીચનો પ્રવાસન ધામ વિકાસ થાય તે દિશામાં રાજ્ય સરકાર વિચારણાધિન હોવાનું પણ જણાવ્યું હતુ.આ પ્રસંગે મુખ્ય મંત્રીના હસ્તે કેન્દ્ર સરકારની HRIDAY અંતર્ગત દ્વારકા નગરપાલિકા દ્વારા ગોમતીપુર ઘાટ પાસે આવેલ સુદામા સેતુ ચોકમાં નિર્માણ પામેલ શ્રી આદિ શંકરાચાર્યની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.