ઘણીવાર એવી અજાયબીઓ જોવા મળતી હોય છે ત્યારે એવું લાગે કે કુદરત કેવી લીલાઓ કરે છે. સમાજમાં કોઈ પશુને નવા નવા અંગો સાથે જન્મ લેતું જોઈને ઘણી વાર લોકો અંધશ્રદ્ધા તરફ દોરવાઈ જતા હોય છે. ત્યારે કોઈ માનવ અજાયબી થાય તો શું માનવું, આવો એક દાખલો પ્રકાશમાં આવ્યો છે. પોશીનાના ગંછાલીની મહિલાએ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ચાર પગ અને સ્ત્રી-પુરૂષના અંગોવાળા 2.700 કિલોગ્રામ વજન ધરાવતા બાળકને નોર્મલ પ્રસુતિ દ્વારા જન્મ આપ્યો છે. પોશીના સામુહિક આરોગ્ય કેન્દ્રના ર્ડા.કે.એમ.ડાભીએ જણાવ્યુ હતું કે, વધુ અંગો સાથે મેલ અને ફીમેલ બાળકના જન્મના કિસ્સા બહુ ઓછા જોવા મળે છે.