તાઉતે સંભવિત વાવાઝોડા દરમિયાન લોકો સલામત રહે તેમજ જિલ્લામાં કોઈ પ્રકારની જાનમાલની નુકસાની ન થાય તે માટે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધોલેરા અને ઘંઘૂકા તાલુકાના વાવાઝોડા સંભવિત અસરગ્રસ્ત ગામોના ૨૦૦૦ થી વઘુ લોકોને સુરક્ષિત રીતે સલામત સ્થળોએ ખસેડવામા આવ્યા હોવાનુ અમદાવાદ જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું છે.
ઘોલેરા તાલુકાના ૩૧ સલામત સ્થળોએ અને ઘંઘૂકા તાલુકામા ઊભા કરવામાં આવેલ આશ્રયસ્થાનોમાં સ્થળાંતરિત કરવાની કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવામાં આવી છે. ધોલેરામાં 'મલ્ટી પર્પસ cyclone સેન્ટર' છે, જ્યાં એન.ડી.આર.એફ.ની એક ટીમ તૈનાત કરવામાં આવી છે.