હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, તાપમાનમાં વધુ વધારો થવા જઈ રહ્યો છે અને આજે દિવસના 37 ડિગ્રી સાથે હવામાન ચોખ્ખું રહેશે અને ભારે તડકાને કારણે પરસેવો છૂટશે. આગામી દિવસોમાં હવામાન આ જ પ્રમાણે રહેશે.
હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે ઉનાળાની ઋતુમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેશે. સાથે જ માર્ચથી મે મહિના દરમિયાન ગરમીનું મોજું એટલે કે હીટ વેવ ચાલશે. બીજી તરફ, જો આપણે ગુજરાતમાં હવા ગુણવત્તા સૂચકાંક વિશે વાત કરીએ, તો તે મોટાભાગના શહેરોમાં સંતોષકારક થી મધ્યમ શ્રેણીમાં જોવા મળી રહ્યું છે.
ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતમાં વરસાદી પાણીનું એક ટીપું પણ જોવા મળ્યું ન હતું, પરંતુ આ મહિના દરમિયાન છૂટોછવાયો કમોસમી વરસાદ જોવા મળી શકે છે. જો કે માર્ચ મહિનામાં ગુજરાત શુષ્ક રહે છે, પરંતુ આગામી દિવસોમાં રાજસ્થાન અને ગુજરાતના ઘણા ભાગોમાં છૂટાછવાયા વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 8 થી 9 માર્ચની વચ્ચે પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.