ગુજરાતમાં કાળઝાળ ગરમીએ તોડ્યો બે વર્ષ જૂનો રેકોર્ડ, જાણો કેવો રહેશે મોસમનો મિજાજ

સોમવાર, 11 એપ્રિલ 2022 (14:13 IST)
ગુજરાતમાં કાળઝાળ ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી રહેવાની સંભાવના છે. તેમજ છેલ્લા બે વર્ષમાં એપ્રિલ મહિનામાં તાપમાન 43 ડિગ્રીને પાર કરી ગયું છે.જેના કારણે 16 એપ્રિલ સુધી રાજ્યમાં તાપમાનમાં કોઈ ઘટાડો નોંધાય તેવી શક્યતા નથી.
 
ગુજરાતના દસ શહેરોમાં આજે તાપમાન 42 ડિગ્રીને પાર થવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 16 એપ્રિલ સુધી રાહતની કોઈ આશા નથી. રવિવારે ઉનાળાનું તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું હતું. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ યથાવત. આ સાથે જ બનાસકાંઠા, ગાંધીનગર, પાટણ, પોરબંદર, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. આ સાથે કંડલામાં સૌથી વધુ 42 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તો સુરેન્દ્રનગરમાં પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો.
 
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, જો લોકો લાંબા સમય સુધી બહાર રહે તો નિયમિત બ્રેક લેવાની સલાહ આપવામાં આવે છે. તેઓએ પુષ્કળ પ્રવાહી પીવું જોઈએ અને માથું ઢાંકવું જોઈએ. EMRI 108ના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગુરુવારે શહેરમાં દૈનિક સરેરાશ 120 નોંધાઈ હતી. તેમજ ગુરુવારે મહત્તમ તાપમાન 42 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી નોંધાયું હતું.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર