ગુજરાત પ્રવાસનને વેગ મળે તે માટે ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્રારા આજે રાજ્યની પ્રથમ હેરિટેજ ટુરિઝમ પોલિસી જાહેર કરવામાં આવી છે. નવી હેરિટેજ ટુરીઝમ પોલીસીને મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઉચ્ચ સ્તરીય બેઠકમાં આખરી ઓપ આપ્યો હતો. વિજય રૂપાણીએ વર્ષોથી વણ વપરાયેલી રહેલી ઐતિહાસિક વિરાસત, ઈમારતોના પ્રવાસન આકર્ષણ માટે ઉપયોગની નવી દિશા ખોલી દીધી છે. નવી હેરિટેઝ પોલીસ જાહેર કરતાં રાજ્યના પ્રવાસન- ટુરીઝમ સેકટર બુસ્ટ મળશે.
જાણો શું છે ટુરિઝમ પોલીસના ફાયદા
- ગુજરાતમાં રાજા રજવાડાના ઐતિહાસિક મહેલો, કિલ્લાઓ, દર્શનીય સ્થળો, ઈમારતો, ઝરૂખાઓ, મિનારાઓમાં શરૂ કરી શકાશે. હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ
- ૧ જાન્યુઆરી ૧૯૫૦ પહેલાની આવી ઐતિહાસિક ઇમારતો, મહેલો, કિલ્લા વગેરેમાં હેરિટેજ હોટલ, હેરિટેજ મ્યુઝિયમ, હેરિટેજ બેન્ક્વેટ હોલ અને હેરિટેજ રેસ્ટોરેન્ટ બની શકશે
- રાણી કી વાવ, ચાપાનેર વર્લ્ડ હેરિટેજ સાઇટ અને અમદાવાદ વર્લ્ડ હેરિટેજ સિટી સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ હવે રાજા રજવાડાના મહેલો, કિલ્લાઓ, ઐતિહાસીક વિરાસત મહત્વ ધરાવતી ઇમારતોમા પણ પ્રવાસન વૈવિધ્યનો ભરપુર લાભ લઈ શકશે.