મોડાસા તાલુકાના ખંભીસર ગામે અનુસૂચિત જાતિના યુવકના લગ્નનો વરઘોડો કાઢવા મામલે રવિવારે ધણું જ ઘર્ષણ અને બબાલ થઇ હતી. જેમાં સાંજે પથ્થરમારો થતાં 10થી વધુ લોકોને ઈજા થઈ હતી. રવિવારે તો આ વરઘોડો પાછો ઘરે પરત ફર્યો હતો પરંતુ સોમવારે પોલીસ પ્રોટેક્શ સાથે વરઘોડો ગયો હતો. આ મામલામાં પોલીસ અને અનુસૂચિત જાતિના યુવકનાં પરિવાર વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ખંભીસરમાં ડાહ્યાભાઈ પુંજાભાઈ રાઠોડના પુત્ર જયેશનાં વરઘોડા અંગે લગ્ન પ્રસંગ પતાવીને આજે મંગળવારે 40થી વધુ પરિવારજનો સાથે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યા છે. પોલીસ મથકે વરરાજાનાં વરઘોડાનાં વિવાદની અને વરરાજાનાં કાકાને પડેલા માર માટે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યાં હતાં