ગુજરાતમાં કોરોના આઉટ ઓફ કંટ્રોલ! જાણો 4 મહાનગરોની સ્થિતિ

હેતલ કર્નલ,

સોમવાર, 5 એપ્રિલ 2021 (18:54 IST)
ગુજરાતમાં કોરોનાની બીજી લહેર ખતરનાક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ગત વર્ષે કોરોનાની ભારતભરમાં એન્ટ્રી થઇ હતી. પરંતુ 1 વર્ષ બાદ શરૂ થયેલી બીજી લહેર વધુ ઝડપથી પોતાની ચપેટમાં લઇ રહી છે. આ વર્ષે કોરોનાનો સામનો કરવા માટે વેક્સીનરૂપી હથિયાર છે. ભારતના તમામ રાજ્યોમાં વેક્સીનની કામગીરી પુરૂજોશમાં ચાલી રહી છે. ત્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 1 એપ્રિલથી 45 વર્ષની ઉંમરના લોકોને પણ વેક્સીન આપવામાં આવશે. તેને લઇને વધુ એક અભિયાન શરૂ કરવામાં આવી રહ્યું છે. ગુજરાત વહિવટી તંત્રએ તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. પહેલાં દરરોજ દોઢ લાખ લોકોને વેક્સીન આપવામાં આવતી હતી. હવે આ ટાર્ગેટ ત્રણ લાખ કરી દેવામાં આવ્યો છે.
 
ગુજરાત સરકારનું માનીએ તો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને પર્યાપ્ત માત્રામાં વેક્સીનના ડોઝ મળી રહ્યા છે. ઉપમુખ્યમંત્રી નિતિન પટેલનું કહેવું છે કે કેન્દ્ર સરકાર પાસે 15 લાખથી વેક્સીન ગુજરાતને મળી છે અને તેમને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં છે. તો બીજી તરફ વેક્સીનેશન સ્ટેશનનો પણ દાવો છે કે તેમને કે અહીં વેક્સીન પર્યાપ્ત માત્રા છે. ડો. સંકેત પટેલ, આસિસ્ટન્ટ હેલ્થ ઓફિસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે અમારા ત્યાં એક વેક્સીન ખરાબ થતી નથી અને સંપૂર્ણ સાવધાની વર્તીએ છીએ. 
 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણના વધતા જ્તા કેસ વચ્ચે વેક્સીનેશનને કોરોનાનું એક માત્ર માધ્યમ ગણાવ્યું છે. તેમણે તમામ રાજ્યોને વધુમાં વધુ વેક્સીનેશન કરાવવા માટે કહ્યું છે. ગુજરાતના અમદાવાદના ટાગોર હોલમાં બનેલા વેક્સીનેશન સેન્ટરમાં એક દિવસમાં 1500 થી 3000 લોકો સુધી વેક્સીન આપવાની વ્યવસ્થા બનાવવામાં આવી છે. 
 
અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનના આંકડા મુજબ શહેરમાં માત્ર 1929 કોરોનાના એક્ટીવ કેસ છે, જ્યારે અમદાવાદની ખાનગી કોવીડ હોસ્પિટલમાં 2530, સિવિલ કેમ્પસમાં 900, SVP હોસ્પિટલમાં જ 200 દર્દીઓ સારવાર હેઠળ છે. અંદાજે 2000 જેટલા કોરોનાના દર્દીઓ હોમ કેર સુવિધા અંતર્ગત કોરોનાની સારવાર લઈ રહ્યા છે. હાલ અમદાવાદ શહેરની જુદી જુદી કોવીડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા અને હોમ કેર સુવિધા લઈ રહેલા દર્દીઓની સંખ્યા અંદાજે 5600 થી વધુ, પરંતુ અમદાવાદ મ્યુનીસીપલ કોર્પોરેશનની વેબસાઈટ મુજબ શહેરમાં એક્ટીવ કેસો માત્ર 1929 જોવા મળી રહી છે. 
 
અમદાવાદમાં 75 ટકાથી વધુ બેડ ભરાઇ ગયા
અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યામાં ધરખમ વધારો જોવ મળી રહ્યો છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં 75 ટકાથી વધુ બેડ કોરોના દર્દીઓથી ભરાઇ ગયા છે. હાલ 100 ખાનગી કોવીડ હોસ્પિટલમાં કુલ 3,390 બેડ કોરોનાના દર્દીઓ માટે ફાળવવામાં આવ્યા છે. ખાનગી કોવીડ હોસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના 284 માંથી 220 બેડ ફૂલ, જ્યારે 64 જેટલા ICU વિથ વેન્ટીલેટરના બેડ ખાલી છે. 1509 HDUના બેડ ફાળવાયા, 1187 બેડ પર દર્દીઓ સારવાર હેઠળ, જ્યારે 322 HDU બેડ ખાનગી કોવીડ હોસ્પિટલમાં ખાલી છે. 
 
રાજ્યના મોટા શહેરોમાં બેડ અને ઈન્જેક્શનની અછત
રાજકોટમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતાં હોસ્પિટલો ઉભરાઇ રહી છે. હાલની સ્થિતિ જોતાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ખાલી નથી. જો બેડ મળી જાય છે તો રેમડેસિવર ઇંજેક્શન મળતા નથી.  રાજકોટની 10 માંથી 9 ખાનગી હોસ્પિટલોને જવાબ મળે છે કે બેડ ખાલી નથી. વહીવટી તંત્ર દ્વારા બેડ વધારવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે પણ સુવિધાનો હજુ અભાવ જોવા મળી રહ્યો છે. 
 
ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા 3400 રેમડેસિવરના ઇન્જેક્શનના જથ્થાનું બે દિવસ પહેલા વિતરણ કરવામાં આવ્યું હતી. જેમાં ખાનગી હોસ્પિટલો અને મેડિકલ સ્ટોરને જથ્થો અપાયો હતો. તેમ છતાં બે દિવસ થી ફરી રેમડેસિવર ઇન્જેક્શનો મેડિકલ સ્ટોરમાં ન હોવાની બૂમરાડ ઉઠવા પામી છે. 
 
ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવર ઇન્જેક્શનનો જથ્થો પડેલો છે. તેમ છતાં પોઝિટિવ દર્દીઓના સંબંધીઓને પ્રિસ્ક્રીપ્શન લખી મેડીકલમાંથી લઈ આવવા તબીબો દબાણ કરી રહ્યા છે. મેડિકલ સ્ટોરના સંચાલકોના કહેવા મુજબ દરરોજ 600 થી 700 ડોઝ રેમડેસિવરની જરૂર છે તેની સામે હાલ 500 ડોઝ જ વિતરણ કરવામાં આવી રહ્યા છે.
 
RT-PCR રિપોર્ટમાં વિલંબ
વધતા જતા કોરોનાના કેસને જોતાં કેન્દ્ર સરકારે પણ રાજ્યોને વધુમાં વધુ RT-PCR ટેસ્ટ કરાવવાના આદેશ આપ્યા છે. જેના લીધે ખાનગી લેબોરેટરીમાં પણ કામ વધી ગયું છે.  દરરોજ દર્દીઓની સંખ્યા વધતાં વધુમાં વધુ લોકો કોરોના રિપોર્ટ કરાવી રહ્યા છે. જેના લીધે રિપોર્ટ આવવામાં સમય લાગી રહ્યો છે. દર્દીઓની સંખ્યા વધતા હવે ખાનગી લેબોરેટરીમાં RT-PCR ટેસ્ટ રિપોર્ટ આવવામાં 48 કલાક જેટલો સમય લાગે છે. 
 
અમદાવાદમાં રવિવારે 1700થી વધુ RT-PCR ટેસ્ટ બીજે મેડિકલ કોલેજમાં કરવામાં આવ્યા હતા. સિવિલ કેમ્પસમાં બનેલી કોવિડ હોસ્પિટલ તથા અન્ય ગ્રીન ઝોનમાં આવી રહેલા સેમ્પલની સંખ્યા વધતાં ટેસ્ટનું પ્રમાણ વધ્યું છે. સિવિલ કેમ્પસમાં લેવામાં આવેલા સેમ્પલમાં પણ પોઝિટિવિટી રેશિયો વધી ગયો છે. સિવિલમાં લેવામાં આવેલા સેમ્પલમાંથી લગભગ 25 ટકા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત ગ્રીન ઝોન માટે લેવામાંથી લેવામાં આવેલા સેમ્પલમાં માત્ર 6 થી 8 ટકા રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.  
 
ઓક્સિજન સિલિંડરની માંગ વધી
કોરોના સંક્રમણમાં વધારાની સાથે ઓક્સીજન પર રહેલા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. તેનાથી ઓક્સીજન સિલિંડરની માંગ પણ વધી રહી છે. સુરત સિવિલ હોસ્પિટલમાં ગત બે દિવસમાં શહેરમાં 4,000 થી 6000 સુધી નાના મોટા સિલિંડરની માંગ જોવા મળી છે. 
 
કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. જેના લીધે ઓક્સિજન સિલિંડરની માંગ પણ વધી રહી છે. હાલમાં ઓક્સિજનની માંગ લગભગ 2000 ટન છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટ્લ્સના દર્દીઓની સાથે સાથે ઘરે સારવાર કરાવનારાઓની કોરોના દર્દીઓને પણ ઓક્સિઝનની જરૂર પડે છે.  
 
ત્રણ દિવસ પહેલાં 3500 ઓક્સિજન સિલિન્ડરની માંગ હતી. જે હવે ગત થોડા દિવસોથી 4900 અને હવે 6000 હજાર સિલિન્ડર માંગ થઇ રહી છે. લોકો દિવસ રાત લાઇનમાં ઉભા રહે છે પરંતુ માંગ પુરી થવાની સંભાવના ઓછી છે. 
 
લાશ લેવા માટે લાઇનો
કોરોનાની બીજી લહેર ગુજરાતમાં બેકાબી બની રહી છે. રાજ્યમાં ફક્ત સંક્રમિતોની સંખ્યા જ વધી રહી નથી, પરંતુ મૃતકોની સંખ્યામાં પણ ધરખમ વધારો થઇ રહ્યો છે. સરકારી આંકડામાં ગરબડી જોવા મળી રહી છે. શહેર સિવિલ હોસ્પિટલમાં ડેડ બોડી સ્ટોરેજ લાશોથી ભરેથી પડી છે દર કલાકે નવી લાશો આવી રહી છે. 
 
ડેડે બોડી સ્ટોરેજ પાસે લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો સાથે વાત કરતાં જાણવા મળ્યું કે 3-3 કલાક સ્ટોરેજ બહાર ઉભા રહેવું પડે છે ત્યારે પોતાના સ્વજનની લાશ મળે છે. હોસ્પિટલ સ્ટાફ દ્રારા કહેવામાં આવે છે કે એંબુલન્સ ખાલી જ નથી કારણ કે એંબુલન્સ 24 કલાક સ્મશાનના ચક્કર લગાવી રહી છે. 
 
અંતિમ યાત્રામાં પણ વેઇટિંગ 
સરકારી આંકડા ભલે ગમે તે કહી રહ્યા હોય પરંતુ સ્થિતિ વિકટ થઇ ગઇ છે. સ્મશાન ગૃહમાં લાશના અંતિમ સંસ્કાર માટે બે કલાક રાહ જોવી પડે છે. સરકારી આંકડા અનુસાર સુરતમાં દરરોજ કોરોનાથી 3 થી 8 મોત થઇ રહ્યા છે. અશ્વિની કુમાર સ્મશાન ગૃહમાં દરરોજ 80 લાશ આવી રહી છે. આ પ્રકારે જહાંગીરપુર સ્થિત કુરૂક્ષેત્ર ભૂમિમાં 30 થી 35 લાશ આવી રહી છે.  
 
જોકે આ બધા કોરોના સંક્રમિત દર્દીઓ નથી. અશ્વિની કુમાર સ્મશાન ગૃહના મંત્રીએ જણાવ્યું કે પહેલાં દરરોજ 30-35 લાશ આવે છે. આ પ્રકારે કુરૂક્ષેત્ર સ્મશાન ગૃહમાં પહેલાં 10-15 લાશ આવતી હતી. સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર માટે મૃતકોના પરિજનોને હેરાન થવું પડે છે.  
 
પહેલાં દરરોજ 30 લાશ આવતી હતી, ત્યારે હવે 80 સુધી આવી રહી છે. આંકડો પહેલાં કરતાં વધુ વધી શકે છે. હવે દરરોજ લાશની સંખ્યા બમણી થઇ ગઇ છે. તમામ અંતિમ સંસ્કાર કોરોના પ્રોટોકલ અનુસાર થઇ રહ્યા છે. પહેલાં દરરોજ 15 લાશ આવતી હતી, જ્યારે હવે 30 થી 35 લાશ આવી રહી છે. 
 
ટાર્ગેટ પુરો કરવા માટે ગોલમાલ
કેટલાક બેજવાબદાર કર્મચારીના લીધે ગુજરાતમાં કોરોના સામેની લડાઇ નબળી પડી રહી છે. રિપોર્ટ નેગેટિવ આવે તે માટે 1300થી વધુ કિટને ખાલી જ સેમ્પલ માટે લેબમાં મોકલવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ ટ્રેસિંગનો ટ્રાગેટ પુરૂ કરવા માટે આ ગોલમાલ કરવામાં આવી હતી. 
 
રાજકોટના પડઘરીના ખોડાપીપર સ્વાસ્થ્ય કેંદ્ર અને અહીંના કર્મચારી બનાવટી સેમ્પલિંગમાં રંગહાથ પકડાઇ ગયા હતા. 1300 વધુ કિટ પણ ખરાબ કરી દીધી હતી. એટલું જ નહી સેમ્પલ પર બનાવટી નામ અને નંબર લખીને મોકલવામાં આવ્યા હતા. જેથી લેબનો મેસેજ સીધો તેમની પાસે આવે અને આ ગોટાળાનો પર્દાફાશ ન થાય. આરટી-પીસીઆર ટેસત માટે વીટીએમ કિટમાં એક કેમિકલથી ભરેલી ટ્યૂબ હોય છે. દર્દીઓના નાક અને ગળામાંથી લીધેલા નમૂનાને આ ટ્યૂબમાં રાખીને સીલ કરવામાં આવે છે. ત્યારબાદ દર્દીનું નામ અને મોબાઇલ નંબર લખીને લેબમાં મોકલવામાં આવે છે. આ ખુલાસા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેસની તપાસના આદેશ આપ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર