વડાવલીમાં વિદ્યાર્થીઓના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા ઠાકોર સમાજ અને લઘુમતી સમાજ સામસામે આવી ગયાની ઘટનામાં મૃતક ઇબ્રાહીમભાઇ બેલીમનો મૃતદેહ વડાવલી ગામમાં લવાયો હતો. પણ પરિવારજનો અને લઘુમતી સમાજના અગ્રણીઓએ આરોપીની ધરપરકડ ન થાય ત્યાં સુધી દફનવિધિનો ઇનકાર કર્યો હતો. રેન્જ આઇજી સહિતના અધિકારીઓએ ધરપકડની ખાતરી આપ્યા પછી પોલીસ બંદોબસ્ત હેઠળ અંતિમવિધિ કરાઇ હતી. દરમિયાનમાં, પોલીસે સુણસર અને ધારપુરીમાં કોમ્બીંગ કરવામાં આવ્યુ હતુ. કોમ્બીંગ દરમિયાન 13 શખસોની ધરપકડ કરી છે. વડાવલીગામે શનિવારે સુણસર અને વડાવલી ગામના છોકરાઓ અપશબ્દો બોલતા હોવાથી મુસ્લીમ જ્ઞાતિના લોકો ભેગા થઇ ગયા હતા. તે વખતે સુણસરના મનહરસિંહ ઉર્ફે મનુભા ભુપતસિંહ ઝાલા ગાડીમાંથી ઉતરીને તેમના ગામના છોકરાઓ અને મુસલમાન ના છોકરાઓ વચ્ચે થયેલી બોલાચાલી બાબતે પુછતા કોઇ મુસ્લીમ છોકરાએ સુણસરની છોકરીને ધકકો માર્યો હતો.