GPSCની પરીક્ષા તારીખમાં મોટો ફેરફાર

મંગળવાર, 23 નવેમ્બર 2021 (16:10 IST)
ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવાઇ છે જેના કારણે તેની સીધી જ અસર GPSC ની પરીક્ષાઓ પર પડી છે. એટલે કે, GPSC ની પ્રાથમિક પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરાયો હોવાની માહિતી મળી રહી છે. તમને જણાવી દઈએ કે અગાઉ GPSC ની પ્રાથમિક પરીક્ષા તારીખ 19 ડિસેમ્બર 2021 ના રોજ યોજાવાની હતી. પરંતુ હવે તે તારીખ પાછી ઠેલાઈ ગઇ છે. એટલે કે, GPSC ની પ્રાથમિક પરીક્ષા હવે 26 ડિસેમ્બર 2021ના રોજ યોજાશે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર