ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક

રવિવાર, 28 નવેમ્બર 2021 (16:40 IST)
ગાંધીનગર મહાનગરપાલિકાની વેબસાઈટ હેક કરવામાં આવી છે.  હેકર્સે વેબસાઈટ હેક કરી મેસેજ આપ્યો હતો. હેકર્સે લખ્યું કે તુર્કીના મિત્ર બનો શત્રુ નહીં. વેબસાઇટ હેક થતા ગાંધીનગર કોર્પોરેશનની આઈટી વિભાગની ટીમ કેવી રીતે વેબ સાઈટ હેક કરવામાં આવી. 
 
તે શોધવામાં લાગી ગઇ છે.  તુર્કી હેકર્સ દ્વારા ગાંધીનગર મનપાની વેબ સાઈટ પર તુર્કી ભાષામાં લખાણ લખીને સંદેશો આપવામાં
આવ્યો હતો. 'તમને આયીલડીઝ ટીમ આંતરરાષ્ટ્રીય ટીમ' દ્વારા હેક કરવામાં આવ્યા છે.
 
જુલમ સે અબ તક છૂટ ચૂકે લોગો કા ભવિષ્ય ભયાનક હોગા, તુર્કી કે મિત્ર બનો શત્રુ મત બનો જેવું તુર્કી ભાષામાં લખાણ લખ્યું હતું
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર