મેટ્રોમોનિયલ સાઇટ પર લગ્નવાંચ્છુક શિક્ષિકાને લંડનથી ગિફ્ટ મોકલ્યાનું કહી ઠગે 8.90 લાખ ખંખેર્યાં

સોમવાર, 9 માર્ચ 2020 (11:56 IST)
ગુજરાતમાં ભરૂચની એક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી એક વિધવા મહિલાએ લગ્ન માટે મેટ્રોમોનિયલ સાઇટ પર પોતાની પ્રોફાઇલ અપડેટ કરી હતી. દરમિયાનમાં ગત 11મી ફેબ્રુઆરીએ વિદેશી નંબરથી તેમના મોબાઇલ પર એક શખ્સે સંપર્ક કર્યો હતો. તેણે પોતાની ઓળખ જીન રિચર્ડ તરીકે આપી તેમને લગ્ન માટે વાતોમાં ભોળવી હતી. થોડા સમય તેમની વચ્ચે વાતચિતો થયાં બાદ જીન રિચર્ડે મહિલાને જણાવ્યું હતું કે, તેણે બ્રોમલી લંડનથી તેમના માટે પાર્સલ મોકલ્યું છે. જે બાદ ગત 24મીએ એક મહિલાએ તેમને ફોન પર સંપર્ક કરી તમારૂં ઇન્ટરનેશન પાર્સલ આવ્યું છે. જે છોડાવવા માટે રૂપિયા ભરવા પડશે તેમ જણાવી પહેલાં 37 હજાર રૂપિયા આઇસીઆઇસીઆઇ બેન્કમાં ભરાવડાવ્યાં હતાં. જે બાદ પાર્સલમાં કિંમતી વસ્તુઓ-વિદેશી કરન્સી મળી 40 લાખની કિમતી વસ્તુ હોવાનું જણાવી ટેક્ષ સહિતના ચાર્જ ઉપરાંત ચેક રેમિટ કરવા સહિતના અન્ય પ્રકારના બહાના હેઠળ તેમની પાસે કુલ 8.90 લાખ રૂપિયા અલગ અલગ એકાઉન્ટમાં જમા કરાવ્યાં હતાં. દરમિયાનમાં તેઓ એસબીઆઇની શાખામાં જતાં તેમની સાથે છેતરપિંડી થઇ હતી. તેમણે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર