ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી, ચારના મૃત્યુ

મંગળવાર, 21 મે 2024 (15:28 IST)
latest news in gujarati
 ગુજરાતમાં પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ડૂબી ગયા હોવાની ઘટના બની હતી. ત્યાર બાદ મોરબીની મચ્છુ નદીમાં પણ ડૂબવાની ઘટના બની હતી. આ પહેલા દાંડીના દરિયામાં કેટલાક લોકો ગરકાવ થયા હોવાનો કિસ્સો સામે આવ્યો હતો. હવે ભાવનગરના બોર તળાવમાં ન્હાવા ગયેલી પાંચ બાળકીઓ ડૂબી જતાં ચારના મૃત્યુ થયાં છે. જ્યારે એકને બહાર કાઢી લેવાતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. 
 
એકને ડૂબતી બચાવવા ચાર બાળકીઓ કદી હતી
ભાવનગર શહેરના બોર તળાવમાં આજે સવારના સમયે નજીકના વિસ્તારમાં જ રહેતી પાંચ બાળાઓ કપડાં ધોવા માટે ગઈ હતી. જેમાં એક બાળકી પાણીમાં પડી ગયા બાદ ડૂબવા લાગતા તેની સાથે રહેતી અન્ય ચાર બાળકીઓ તેને બચાવવા માટે એક બાદ એક પડી હતી. જે તમામ ડૂબવા લાગતા બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી સ્થાનિક લોકો ત્યાં દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં હોસ્પિટલ પર ચાર બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી હતી. જ્યારે એકની સારવાર હાલ ચાલી રહી છે. જે ખતરાની બહાર હોવાનું જાણવા મળ્યું છે.
 
સ્થાનિક તરવૈયાઓએ પાંચેય બાળકીઓને બહાર કાઢી
ભાવનગર મનપા ચીફ ફાયર ઓફિસર પ્રદ્યુમનસિંહ જાડેજાએ મીડિયાને જણાવ્યું હતું કે, બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ફાયરબ્રિગેડને ફોન પર માહિતી મળી હતી કે, બોરતળાવમાં પાંચ દીકરીઓ ડૂબી ગઈ છે. તુરંત ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતા સ્થાનિક તરવૈયાઓએ પાંચેય દીકરીઓને બહાર કાઢી હોસ્પિટલ મોકલી હતી. તપાસ કરતા ચારનાં મોત થયાં છે જ્યારે એકનો જીવ બચી ગયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર