શહેરમાં મ્યુનિ. પીવાનાં પાણીની લાઇનમાં ગટરનાં પાણી કે અન્ય અશુદ્ધિ ભળી જાય તે પાણી પીવામાં આવે તો ઝાડાઊલટી, કમળો થતો હોય છે, પરતું પીવાનાં પાણીમાં અતિશય પ્રદૂષણ ભળી જાય ત્યારે તે પીવામાં આવે તો અથવા તો વાસી-બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થ ખાવાથી કોલેરા થઇ જાય છે.
ગત સપ્તાહે રામોલ-હાથીજણ, દાણીલીમડા, લાંભા, ભાઇપુરા, ઇન્દ્રપુરી, વસ્ત્રાલ અને અમરાઇવાડીમાં કોલેરાનાં કેસ નોંધાયા હતા