જૂઓ ગુજરાતમાં અનામત વિરોધી બંધની ક્યાં કેવી અસર ?

મંગળવાર, 10 એપ્રિલ 2018 (16:39 IST)
અનામતના વિરોધમાં અપાયેલા ભારત બંઘની મહેસાણામાં મિશ્ર અસર જોવા મળી છે. મહેસાણાનાં મુખ્ય બજારો બંધ જોવા મળ્યા છે. વેપારીઓએ સ્વયંભૂ રીતે સવારથી જ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને કામકાજથી અળગા રહ્યા છે. તો નાના બજારોમાં બંધની કોઈ અસર નથી. નાના બજારો રાબેતા મુજબ ચાલુ રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફરતા સંદેશાને લઈને વેપારીઓએ બંધ પાળ્યો છે. બંધ કોને આપ્યું છે તેની ખબર નથી.. પણ જે રીતે સોશિયલ મીડિયામાં મેસેજ ચાલ્યા તે જોતા મુખ્યબજારોમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળીને ભારત બંધને સમર્થન આપ્યું.આજના ભારતબંધની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહી છે.

અરવલ્લી જિલ્લાના મોડાસામાં બંધની અસર વર્તાઈ છે. મોડાસામાં વેપારીઓએ સ્વયંભુ બંધ રાખીને બંધને સમર્થન આપ્યું છે. મહત્વનું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક સંગઠનોએ ભારત બંધનું એલાનની જાહેરાતો કરી છે. પણ કોઈ સંગઠનનું નામ સામે આવ્યું નથી.તો આ તરફ પાટણના ચાણસ્મામાં સ્વયંભુ બંધ પળાયો છે. ચાણસ્મામાં પાટીદાર સહિત સવર્ણ સમાજે બંધને સમર્થન આપતા બજારો બંધ રહ્યા છે. બંધને પગલે અહીંના બજારો સુમસામ ભાસતા હતા.ભારત બંધની અસર સાબરકાંઠા જિલ્લામં જોવા મળી છે. ઈડર અને ખેડબ્રહ્મામાં બંધની અસર જોવા મળી. વેપારીઓએ સ્વયંભુ દુકાનો અને ધંધા-રોજગાર બંધ રાખ્યા છે. અને અનામત વિરોધી બંધમાં જોડાયા છે.અનામત હટાવવાના મુદ્દે સવર્ણોએ આપેલા બંધને નવસારીના ચીખલીમાં સમર્થન મળ્યું. ચીખલીના વેપારીઓએ બજારમાં સ્વયંભૂ બંધ પાળી અનામતનો વિરોધ કર્યો. અહીં કેટલાક લોકો દુકાનો બંધ કરાવવા નીકળ્યા હતા. બંધના એલાનને જોતા ચીખલી પોલીસે દરેક પોઇન્ટ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. જોકે અહીં રેલીની મંજૂરી આપવામાં નથી આવી. જેથી આંદોલનકારીઓએ ચીખલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું છે.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર