ડ્રગ્સ મામલે મોટો પર્દાફાશ, સુરત ખાતે ડ્રગ્સ બનાવતી આખી લેબોરેટરી પકડાઇ

શુક્રવાર, 12 નવેમ્બર 2021 (17:12 IST)
પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે સુરતના સરથામણમાં ડ્રગ્સ બનાવતી આખી લેબોરેટરી પકડાઇ છે. જૈમીન સવાણી નામનો ડ્રગ્સ બનાવતા વ્યક્તિને SOGની ટીમે પકડી પાડતા આ ભાંડાફોડ થયો. સવાણીએ ડ્રગ્સ બનાવા માટે લેબોરેટરીનું આખું સેટઅપ ઉભું કર્યું હતું.

સુરતમાંથી ડ્રગ્સ બનાવવાની આખી લેબોરેટરી મળી આવતા ખળભળાટ મચ્યો છે. મળતી માહિતી મુજબ, સુરતના સરથાણા ડ્રગ્સ કેસમાં વૉન્ટેડ આરોપી જૈમિન સવાણીની સુરત એસઓજીએ ધરપકડ કરી છે.
 
ડ્રગ્સ બનાવવા આરોપી જૈમિન સવાણીની સરથાણામાં આવેલી લેબોરેટરી પણ પોલીસ તંત્રએ ઝડપી હતી. આ લેબોરેટરીમાં જૈમિન સવાણી ડ્રગ્સ બનાવીને વેચતો હોવાનો ઘટસ્ફોટ થયો છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર