ભાજપ અને પાટીદાર નેતા હાર્દિક પટેલ ધાંગ્રધ્રા તાલુકાના હરિપર ગામે વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર અર્થે આવીને એક જાહેર સભા યોજી હતી જેમાં તેણે આચારસંહિતાનો ભંગ કર્યો હતો. આ ભંગ બદલ તેના સામે તાલુકો પોલીસે ગુન્હો નોધ્યો હતો. પોલીસ બાદ કોર્ટમાં હાર્દિક પટેલ વિરુદ્ધ કેસ થયો હતો જેમાં મુદ્દત દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા તેના સામે ધરપકડનું વોરટ ઈસ્યૂ કરવામાં આવ્યુ છે.જામનગરની કોર્ટે વર્ષ 2017ના કેસમાં હાર્દિક પટેલને નિર્દોષ જાહેર કર્યા હતા. જામનગર કોર્ટમાં આ કેસને લઈ તમામ દલીલો પૂર્ણ થઈ હતી. વર્ષ 2017માં પાસ કન્વીનર અંકિત ધેડિયા અને હાર્દિક પટેલ સામે ગુનો નોંઘાયો હતો. હાર્દિક પટેલના વકીલની દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે ચુકાદો આપ્યો હતો.