હાર્દિક પટેલને હાઈકોર્ટમાંથી શરતી મંજુરી સાથે રાહતઃ હવે મહેસાણા જિલ્લામાં એક વર્ષ સુધી પ્રવેશ કરી શકશે

વૃષિકા ભાવસાર

શુક્રવાર, 11 નવેમ્બર 2022 (16:18 IST)
ભાજપના વિરમગામ બેઠકના ઉમેદવાર હાર્દિક પટેલને હાઈકોર્ટે રાહત આપી છે. પાટીદાર આંદોલન સમયે વિસનગર તોડફોજ કેસમાં મહેસાણામાં પ્રવેશ કરવા પર પ્રતિબંધની શરતમાં હાઈકોર્ટે આંશિક રાહત આપી છે. હવે હાર્દિક પટેલ એક વર્ષ સુધી મહેસાણામાં પ્રવેશ કરી શકશે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે હળવી ટકોર કરી હતી. આ કેસમાં થયેલી સજા રદ થઈ જાય તો પણ સરકારને વાંધો નહીં હોય.

ગુજરાત વિધાનસભાની ચૂટણીને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યાં છે. એવામાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની બુલેટ ટ્રેનની સ્પીડે જાહેરાત કરવામાં આવી છે. ભાજપે 160 ઉમેદવારો જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ મોડી રાત્રે વધુ 46 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. બીજી બાજુ આમ આદમી પાર્ટીએ પણ લગભગ મોટાભાગની બેઠકો પર ઉમેદવારો જાહેર કરી દીધાં છે. ભારતીય જનતા પાર્ટીએ હાર્દિક પટેલને વિરમગામ બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના એક દિવસ પહેલાં જ હાઈકોર્ટે હાર્દિક પટેલને મોટી રાહત આપી છે. ગુજરાત હાઈકોર્ટમાંથી ભાજપના વિરમગામના ઉમેદવાર હાર્દિક પટેલને રાહત મળી છે. તેમને મહેસાણા જિલ્લામાં પ્રવેશ કરવાની એક વર્ષ માટે મંજૂરી આપવામાં આવી છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર