ગુજરાતમાં છેલ્લાં પાંચ વર્ષમાં વિધાનસભાની સદસ્યતા છોડીને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટી (ભાજપ)માં જોડાયેલા કેટલાય ભૂતપૂર્વ ધારાસભ્યોને રાજ્યની વિધાનસભા ચૂંટણી માટે શાસક પક્ષ દ્વારા ટિકિટ આપવામાં આવી હતી. આ વર્ષે મે મહિનામાં, ભાજપે કોંગ્રેસના ભૂતપૂર્વ કાર્યકારી પ્રદેશ પ્રમુખ અને પાટીદાર નેતા હાર્દિક પટેલની સાથે, જેઓ વિરોધ પક્ષ છોડીને પેટાચૂંટણી જીત્યા હતા તે બેઠકો પરથી કોંગ્રેસના ઘણા ભૂતપૂર્વ ધારાસભ્યોને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા
ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી. જેમાંથી છેલ્લા પાંચ વર્ષમાં લગભગ 20 ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે અને છેલ્લા બે દિવસમાં ત્રણ ધારાસભ્યોએ વિધાનસભા છોડી દીધી છે. આ 20 ધારાસભ્યોમાંથી મોટાભાગના તેમના રાજીનામા બાદ ખાલી પડેલી બેઠકો પર પેટાચૂંટણીમાં જીત્યા હતા અને તેમાંથી મોટાભાગનાને બીજેપી દ્વારા બીજી તક આપવામાં આવી હતી. ભાજપે કોંગ્રેસના સૌથી વરિષ્ઠ ભૂતપૂર્વ ધારાસભ્ય અને આદિવાસી નેતા મોહન રાઠવાના પુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાને ટિકિટ આપી છે. મોહન રાઠવાએ બે દિવસ પહેલા જ વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું હતું.
રાઠવા ઉપરાંત આ વર્ષે જે ધારાસભ્યોએ રાજીનામું આપ્યું છે તેમાં ભગવાન બારડ, હર્ષદ રિબડિયા અને અશ્વિન કોટવાલાનો સમાવેશ થાય છે. તેમને ક્રમશ: તાલાલા, વિસાવદર અને ખેડબ્રહ્માથી ભાજપના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. OBC નેતા અલ્પેશ ઠાકોરને મેદાનમાં ઉતારવા અંગે ભાજપે હજુ નિર્ણય લીધો નથી. 2019માં તેઓ રાધનપુર બેઠક પરથી વિધાનસભાની સદસ્યતા છોડીને પેટાચૂંટણી લડ્યા અને હારી ગયા. તેઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાથી ચૂંટણી લડશે, હાર્દિક પટેલ વિરમગામથી ચૂંટણી લડશે , વાવમાં સ્વરૂપ ઠાકોર, થરાદમાં શંકર ચૌધરી, જેતપુરમાં જયેશ રાદડિયાને અપાઈ ટિકિટ, જસદણથી કુંવરજી બાવળિયા લડશે, હર્ષ સંઘવી મજૂરાથી લડશે ચૂંટણી, કતારગામથી વિનુ મોરડિયા લડશે, માણાવદરથી જવાહર ચાવડા લડશે,ગઢડામાં શંભુપ્રસાદ ટુંડિયાને ટિકિટ, અબડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, મોરબીથી કાંતિ અમૃતિયા ચૂંટણી લડશે.
તો બીજી તરફ ભાજપની પહેલી યાદીમાં થરાદ, મોડાસા, જમાલપુર-ખાડિયા, ધંધુકા, માંગરોળ, તળાજા, આણંદ, સોજીત્રા, બાલાસિનોર અને દાહોદ બેઠકો પરથી ઉમેદવારો હારી ગયા હતા. ત્યારે ભાજપે ફરીથી તેમની પર વિશ્વાસ મુક્યો છે. આ તરફ આ બેઠકોમાં ભાવનગર પૂર્વ, ધોરાજી, કુતિયાણા, ખંભાળિયા, ચોર્યાસી, ડેડિયાપાડા બેઠકના ઉમેદવારનાં નામ જાહેર કરવાના હજુ બાકી છે.