અરજીકર્તા ઇમ્તિયાઝ ખાન પઠાણે પોતાના વકીલ કે.આર. કોષ્ટીના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ દાખલ પીઆઇએલમાં આરોપ લગાવ્યો છે કે આરટીઆઇના જવાબમાં, રાજ્ય ચૂંટણી કમિશને કહ્યું કે તેની પાસે વીવીપીએટી મશીન નથી. એવામાં વીવીપીએટી મશીનની અનુપસ્થિતિમાં રાજ્ય ચૂંટણી કમિશન રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બેલેટ પેપર વડે કરાવવાની જાહેરાત કરે.
અરજીકર્તાએ આ મુદ્દે 1 જાન્યુઅરી 2021ના રોજ ચૂંટણી કમિશનને એક લેખિત ફરિયાદ કરી હતી. પરંતુ આજ સુધી કોઇપણ પ્રતિક્રિયાનો જવાબ ન આવવાનો ન અરજીમાં દાવો કર્યો છે. અરજીકર્તાએ રાજ્ય ચૂંટણી કમિશનને આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટની સમક્ષ એક સ્થિતિ રિપોર્ટ રજૂ કરવા માટે નિર્દેશ આપવાની પણ માંગ કરી છે. અરજીકર્તાએ સુબ્રમણ્યમ સ્વામી વિરૂદ્ધ જનહિત અરજીના મામલે કેંદ્રીય ચૂંટણી કમિનના નિર્ણયનો પણ હવાલો આપ્યો છે.