ડીપીડીએ એ નિવેદનમાં કહ્યુ કે દિલ્હીમાં લગભગ 400 પેટ્રોલ પંપ એવા છે તેમા અનેક સીએનજી સ્ટેશન પણ જોડાયેલા છે. આ બધા દિલ્હી સરકારના નિર્ણય વિરુદ્ધ સોમવારે 24 કલાક માટે બંધ રહેશે. આ બધા પંપ 22 ઓક્ટોબર સવારે 6 વાગ્યાથી લઈને 23 ઓક્ટોબરના રોજ સવારે 5 વાગ્યા સુધી બંધ રહેશે. આ દરમિયાન લોકોને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
શુ છે આખો મામલો ?
ડીપીડીએ ના અધ્યક્ષ નિશ્ચલ સિંઘાનિયાએ કહ્યુ, કેન્દ્ર સરકારે ચાર સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ અને ડીઝલ પર ઉત્પાદ ચાર્જ સહિત 2.50 રૂપિયા પ્રતિ લીટરનો કપાત કર્યો હતો. જ્યારબાદ પડોશી રાજ્ય હરિયાણા ઉત્તર પ્રદેશ સહિત વિવિધ રાજ્યોએ પોતાનુ વેટ (મૂલ્ય સહિત કર)માં પણ એટલો જ કપાત કરી જનતાને પાંચ રૂપિયા સુધીની રાહત આપી હતી.
કેજરીવાલન દાવો - બીજેપી પ્રાયોજીત હડતાલ
બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પેટ્રોલ પંપોની હડતાલ માટે બીજેપીને જવાબદાર ઠેરવી છે. તેમણે ટ્વીટ કર્યુ કે પેટ્રોલ પંપના માલિકોએ અમને ખાનગી રૂપે જ ણાવ્યુ કે આ બીજેપી પ્રાયોજીત હડતાલ છે જે સક્રિય રૂપથી તેલ કંપનીઓ દ્વારા સમર્થિત છે. તેમણે કહ્યુ કે લોકો ચૂંટણીમાં બીજેપીને આનો જવાબ આપશે.