ગુજરાતની પેટાચૂંટણીની તારીખોની આખરે જાહેરાત થઈ ગઈ છે. આજે કેન્દ્રીય ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. કોંગ્રેસના 8 ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભાની 8 બેઠકો ખાલી પડી હતી. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકો પર 3 નવેમ્બરના રોજ ચૂંટણીયોજાશે. તો 10 નવેમ્બરે પેટાચૂંટણીની મતગણતરી હાથ ધરાશે.
કોરોનાની મહામારી વચ્ચે કેવી રીતે ચૂંટણી કરાવવી, કેટલા તબક્કામાં કરાવવી, મતદાનમાં શુ વ્યવસ્થા રાખવી એ પડકાર રૂપ છે. સોશિયલ ડિસ્ટન્સ કેવી રીતે થાય એ તમામ પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠકો પર યોજાશે ચૂંટણી
માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. ગુજરાતમાં કપરાડા, ડાંગ, લીંબડી, ગઢડા, ધારી, મોરબી, કરજણ, અબડાસામાં આજે પેટાચૂંટણી યોજાશે. કપરાડામાંથી જીતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવિણ મારૂ, ધારીમાંથી જે.વી.કાકડીયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં. જેને પગલે આ બેઠકો ખાલી પડી છે.