ટ્રાફિકના નવા નિયમ મુજબ અમદાવાદ પોલીસે દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. પોલીસ જે પણ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તેની સામે કાર્યવાહી કરી રહી છે. અહીં પણ પોલીસના બે અલગ અલગ રૂપ જોવા મળી રહ્યા છે. એકતરફ ખોટા મેમો ફાડવામાં આવી રહ્યા છે તો બીજી તરફ માનવીય અભિગમ દર્શાવી અને લોકોને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સમજાવી રહી છે.
પોલીસે રોંગ સાઈડમાં જતાં વાહનચાલકો હેલ્મેટ વગર, સિગ્નલ ભંગ કરતા વાહનચાલકોને નવા દંડ ફટકારી રહી છે. આજે સવારથી શહેરના તમામ મોટા જંક્શન પર ટ્રાફિક પોલીસ દ્વારા ડ્રાઈવ ચલાવવામાં આવી છે. જેમાં ટૂ-વ્હીલર ચાલકોને હેલ્મેટ વગર અને ફોર વ્હીલરમાં સીટ બેલ્ટ વગર રૂપિયા 500નો દંડ ફટકારી રહી છે.
જેમાં આઇપીએસ અધિકારીએ પોલીસ સ્ટેશનના 500થી વધુ પોલીસ કર્મીઓને કારણદર્શક નોટિસ ફટકારી બાદમાં દંડ ફટકાર્યા હતા. આ 500થી વધુ પોલીસકર્મીઓને ફુલ પગાર, અડધો પગાર, તેમજ રૂ. 100, 500, 2 હજાર, 3 હજાર, 5 હજાર દંડ જેટલા દંડ ફટકાર્યા હતા. આ દરમિયાનમાં એક પોલીસ સ્ટેશનના રાઇટરનો વાંક ન હોવા છતાં તેને પાંચ હજાર દંડ ફટકાર્યો હતો.