સગીરાએ તેનું અપહરણ કરનારા 2 મુસ્લિમ યુવકોએ તેણીની સાથે દુષ્કર્મ આચાર્યુ હોવાનો ઘટકસ્ફોટ કરતા પરિવાર જનોના પગ નીચેથી જમીન નીકળી ગઈ હતી. સગીરાના માતા પિતાએ વાપીના ડુંગરા પોલીસ મથકે 14મી ઓગષ્ટની સાંજે સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર 2 મુસ્લિમ યુવકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ડુંગરા પોલીસે કેસની ગંભીરતાને ધ્યાને રાખીને 2 યુવકો પૈકી 1 યુવકની અટકાયત કરી છે.
ફરિયાદ અનુસાર, વલસાડના વાપી તાલુકામાં રહેતી એક 14 વર્ષીય સગીરા 7 ઓગષ્ટના રોજ ઘરેથી ગુમ થઈ હતી. સગીરા ન મળતા પરિવારના સભ્યોએ ડુંગરા પોલીસ મથકે અપહરણની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ 13 ઓગષ્ટના રોજ સગીરા ઘરે પરત ફરતા પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો. સગીરાએ જણાવ્યું કે સલીમ સુરતઅલી અને ઇમરાન નાદાર સામે