ઝડપથી ફેલાય રહ્યો છે વેરિએંટ
દક્ષિણ આફ્રિકામાં સેંટર ફોર એપિડેમિક રિસ્પોંસ એંડ ઈનોવેશના નિદેશક પ્રોફેસર ટ્યુલિયો ડી લોવિએરાએ કહ્યુ, 'આ ખૂબ જુદા પ્રકારનો મ્યુટેંટ છે. જે ઝડપથી ફેલાય રહ્યો છે. આ વેરિએંટે સૌને ચોંકાવી દીધા છે. તેના મામલા ઝડપથી વધી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ દક્ષિણ આફ્રિકામાં 30થી વધુ મ્યુટેશન સાથે નવો કોવિડ વેરિએંટ ફેલાય રહ્યો છે. આ દરમિયાન બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવેદે છ આફ્રિકી દેશોની ઉડાનોને અસ્થાયી રીતે રદ્દ કરવાનુ એલાન કર્યુ છે. તેમણે કહ્યુ કે આ દેશોને રેડ લિસ્ટમાં જોડવામાં આવશે. સાથે જ બ્રિટનના મુસાફરોને ક્વારંટીન થવુ પડશે.