સુરતમાં એક જ ટેનામેન્ટમાંથી કોરોનાના 54 દર્દીઓ મળી આવતા રેડ ઝોન

શનિવાર, 18 એપ્રિલ 2020 (15:53 IST)
સુરત શહેરના માનદરવાજા ‌ટેનામેન્ટ અને ઉમરવાડા ટેનામેન્ટમાંથી લેવાયેલા કોમ્યુ‌નિટી સેમ્પલ બાદ એક પછી એક પો‌ઝિટીવ દર્દીઓ મળી આવતા આરોગ્ય ‌વિભાગ દોડતું થયું હતું. દર‌મિયાન  માનદરવાજા ‌વિસ્તારને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો. ‌વિતેલા પાંચ ‌દિવસ દર‌મિયાન જાણે કોરોના વાયરસનો રાફડો ફાટ્યો હોય તેમ કુલ ૫૪ કેસ મળી આવ્યા છે.

જેને પગલે સ્થા‌નિક લોકોમાં રીતસરનો ફફડાટ વ્યાપી ગયો છે. આરોગ્ય ‌વિભાગ પાસેથી મળતી ‌વિગત પ્રમાણે આજે માનદરવાજા ટેનામેન્ટમાંથી કુલ 25 દર્દીઓ મળી અત્યાર સુધી 54 દર્દીઓ થયા છે. આ તમામ દર્દીઓ કોમ્યુ‌નિટી સેમ્પ‌લિંગને આધારે બહાર આવ્યા છે. માનદરવાજા ટેનામેન્ટ ‌વિસ્તારમાં સુરત મ્યુ‌નિ‌સિપલ કોર્પોરેશન દ્વારા કોમ્યુ‌નિટી સેમ્પલ લેવાનું શરૂ કરાયું હતું. જેમાં તબક્કાવાર અત્યાર સુધીમાં ૫૪ કેસ મળી આવતા ફફડાટ વ્યાપી ગયો છે. માનદરવાજા ટેનામેન્ટ અને ઉમરવાડા ટેનામેન્ટ મળી સૌથી વધુ કેસ સુરત શહેરમાં આજ ‌વિસ્તારમાંથી મળી આવ્યા છે. ત્યારે આરોગ્ય ‌વિભાગ દ્વારા આ ‌વિસ્તારને રેડ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સુરત શહેરમાં લીંબાયત, લાલગેટ, સલાબતપુરા, મહીધરપુરા અને અઠવા ‌વિસ્તારમાં કર્ફ્યુ જાહેર કરી દેવાયો છે ત્યારે માનદરવાજા ‌સલાબતપુરા પોલીસ મથકની હદમાં આવતો હોય આ ‌વિસ્તારમાંથી મળી આવેલા કેસને જોતા કર્ફ્યુનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. માનદરવાજા ટેનામેન્ટમાંથી આજે તમામ કેસ કોમ્યુ‌નિટી સેમ્પલમાં બહાર આવ્યા હોય ટેનામેન્ટમાં રહેતા તમામ લોકોનું પા‌લિકા દ્વારા કોમ્યુ‌નિટી સેમ્પ‌લિંગ હાથ ધરવાની તજવીજ કરવામાં આવશે. હાલમાં માનદરવાજા ખાતે આવેલા ટેનામેન્ટમાંજ અટલા પ્રમાણના કેસ મળતા અન્ય ટેનામેન્ટ બિલ્ડીંગમાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. મોટા ભાગે અહિ સામાન્ય પરિવારના લોકો રહે છે અને જેઓ રોજ કમાઇને રોજ ખાનારા છે. હવે આ કોરોના તેમને ત્યા કેવી રીતે પહોચ્યો એ પણ તપાસનો વિષય છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર